Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 10 of 103
PDF/HTML Page 22 of 115

 

background image
૧૦ ]
[ સત્તાસ્વરૂપ
ત્યાં સર્વજ્ઞને વ્યવહારનિશ્ચયરૂપ બે પ્રકારની કથનીના
આશ્રયથી બે જાતિના ગુણો હોય છે, વા બાહ્યઅભ્યંતરપણાથી
ગુણ બે પ્રકારના છે, અથવા નિઃશ્રેયસ અને અભ્યુદયના
ભેદથી ગુણ બે પ્રકારના છે, વળી વચનવિવક્ષાથી ગુણ
સંખ્યાતા હોય છે, તથા વસ્તુસ્વરૂપની અપેક્ષાએ અનંતગુણ હોય
છે, તેને સત્યાર્થજ્ઞાન વડે યથાવત્ જાણતાં સ્વરૂપ ભાસશે.
કારણ કે આ જીવ, અનાદિકાળથી સંસારમાં ભમતો
મિથ્યાબુદ્ધિ વડે પર્યાયના પ્રપંચને સત્યરૂપ જાણી તેમાં મગ્ન
થયો થકો પ્રવર્તે છે. પરંતુ દુઃખની પીડા તો બની જ (કાયમ
જ) રહે છે તેનાથી તરફડી તરફડી અનેક ઉપાય કરે છે, પરંતુ
આકુલતા
ઇચ્છારૂપ જે દુઃખ તે તો અંશમાત્ર પણ ઘટતું નથી.
જેમ મૃગીનો રોગ કોઈ વેળા તો ઘણો પ્રગટ થાય તથા કોઈ
વેળા થોડો પ્રગટ થાય, પણ અંતરંગમાં તો રોગ હમેશાં કાયમ
રહ્યા કરે છે; જ્યારે એ રોગીને પુણ્યોદયરૂપ કાળલબ્ધિ આવે,
પોતાના ઉપાયથી સિદ્ધિ ન થતી જાણે અને તેને (એ ઉપાયોને)
જૂઠા માને ત્યારે તે સાચો ઉપાય કરવાનો અભિલાષી થાય. ‘હવે
૧. નિઃશ્રેયસ = મોક્ષ. (નિતરાં શ્રેયઃ નિશ્ચિતં શ્રેયઃ = અત્યંત
કલ્યાણ, નિશ્ચય કલ્યાણ).
૨. અભ્યુદય = પુણ્યનો ઠાઠ.
૩. વચનવિવક્ષા = વચનથી કહેવાય એવા.
૪. પર્યાય = શરીર.
૫. પ્રપંચ = વિસ્તાર.
૬. વાયનો રોગ.