Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 11 of 103
PDF/HTML Page 23 of 115

 

background image
સત્તાસ્વરૂપ ][ ૧૧
મારે સાચા ઉપાયનો નિશ્ચય કરી મારો રોગ જે પ્રકારથી મટે
તે ઔષધિ લેવી’ ત્યાં પહેલાં ઉપાય તો કર્યો હતો પણ તે સાચો
નહોતો, પછી સાચા ઉપાય વડે રોગ જેનો ગયો હોય તે વૈદ્યથી
સાચો ઉપાય જાણી શકાય. કારણ કે જેને રોગ, ઔષધિ, પથ્ય
અને નિરોગતાનું સ્વાશ્રિતસંપૂર્ણજ્ઞાન હોય તે જ સાચો વૈદ્ય છે.
અને તે જ બીજાને પણ સારી રીતે બતાવે. માટે જેને મૃગીના
દુઃખથી ભય ઉપજ્યો હોય, સાચો રોગ ભાસ્યો હોય, ‘સાચી
ઔષધિ વૈદ્યની દર્શાવેલી જ આવશે’ એવું જાંચપણું ઉપજ્યું
હોય વા જેને મૃગીનો રોગ ગયેલાની સુરત (મુદ્રાશીકલ) દેખી
ઉત્સાહ ઉપજ્યો હોય, તે આ ચાર અભિપ્રાયપૂર્વક વૈદ્યના ઘેર
જાય. ત્યાં પ્રથમ તો વૈદ્યની આકૃતિ, કુલ, અવસ્થા નિરોગીતાનું
ચિહ્ન વા પ્રકૃતિ વગેરે સર્વને પ્રત્યક્ષ જાણે અથવા અનુમાનથી
વા કોઈના કહેવાથી સારી રીતે નિશ્ચય કરે છે ત્યારે આમ ભાસે
છે, કે
પરમાર્થથી અન્યનું ભલું કરવાવાળો સાચો વૈદ્ય આ જ
છે અને ત્યારે પોતે તેને પોતાની સંપૂર્ણ હકીકત નિષ્કપટપણે કહે
છે, કે આ પ્રમાણે મારામાં રોગ છે વા મારામાં રોગની આ
અવસ્થા થાય છે પણ હવે એ રોગ જવાનો સાચો ઉપાય હોય
તે આપ કહો! ત્યારે તે વૈદ્ય, તેને રોગ વડે દુઃખી
ભયવાન
જાણી રોગ દૂર થવાનો સાચો યથાર્થ ઉપાય દર્શાવે છે. પછી
એ સાંભળી ઔષધિ લેવી શરૂ કરે. વૈદ્યને પોતાનો રોગ
દર્શાવવાથી તથા તેનો ઉપાય દર્શાવવાથી પાકો આસ્થાભાવ
૧. ખરાપણું, નક્કીપણું.