Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 12 of 103
PDF/HTML Page 24 of 115

 

background image
૧૨ ]
[ સત્તાસ્વરૂપ
લાવે. જ્યાં સુધી પોતાનો રોગ ન જાય ત્યાં સુધી એ વૈદ્યનો
સેવક
અનુચર થઈ પ્રવર્તે. નાડી દેખાડવા, ઔષધિ લેવા,
દુઃખીસુખી અવસ્થાની પૂછપરછ કરવા, ખાન-પાનાદિ પથ્યનો
વિધાન પૂછવા વા તેમને રોગ દૂર થયો છે, તેથી પોતાને ધૈર્ય
હર્ષ અને વિશ્રામ આપવા વા તેની મુદ્રા જોવા ઇત્યાદિ પ્રયોજન
અર્થે વારંવાર વૈદ્યના ઘેર આવ્યા કરે તથા તેની
સુશ્રૂષાપૂજા
કર્યા કરે અને તેઓ ઔષધિ દર્શાવે તે વિધિપૂર્વક લે વા
પથ્યાદિની સાવધાની રાખે. પછી જ્યારે તેને રોગ દૂર થાય
ત્યારે તે સુખઅવસ્થામાં પ્રાપ્ત થાય. એ પ્રમાણે નિરોગતા થવાનું
મૂળ કારણ સાચો વૈદ્ય ઠર્યો. કારણ વૈદ્ય વિના રોગ કેવી રીતે
જાય તથા રોગ ગયા વિના સુખી કેવી રીતે થાય! માટે પ્રથમ
અવસ્થામાં
અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ એ ત્રણ
૧. સુશ્રૂષા = સેવા.
૨. અવ્યાપ્તિ = જ્યાં લક્ષણ લક્ષ્યના પૂરા ભાગમાં (ઓળખવા
યોગ્ય રીતે પૂરી વસ્તુમાં) ન મળી આવે ત્યાં અવ્યાપ્તિ દોષ આવે
છે. દા.ત. રોગ તે જીવનું લક્ષણ ગણવાથી રાગથી બધા જીવો
એટલે કે સિદ્ધ જીવો ઓળખાતા નથી, તેથી રાગ તે લક્ષ્ય જીવના
એક ભાગમાં રહેતું હોવાથી અવ્યાપ્તિ દોષ આવે છે.
૩. અતિવ્યાપ્તિ = જો લક્ષણ અલક્ષ્ય (ન ઓળખવા યોગ્ય વસ્તુ)માં
પણ મળી આવે તો ત્યાં અતિવ્યાપ્તિ દોષ આવે છે. દા.ત.
આત્માનું લક્ષણ અરૂપી ગણવાથી અરૂપી ગુણ આકાશાદિ
પદાર્થમાં પણ હોવાથી એકલું જીવ દ્રવ્ય જ ઓળખાતું નથી. પણ
તે લક્ષણ વડે બીજા દ્રવ્યો ઓળખાઈ જતા હોવાથી અતિવ્યાપ્તિ
દોષ આવે છે.