નિદાન, રોગનું લક્ષણ, ચિકિત્સાનું પાકું જ્ઞાન હોય તથા રાગ-
દ્વેષરૂપ મતલબ જેને ન હોય તે પરમાર્થ (સાચો) વૈદ્ય છે. પણ
વૈદ્યના એ ગુણોને તો ન ઓળખે અને ઔષધિની જાતિ તથા
નાડી દેખવાનું જ જાણે, ઇત્યાદિ ગુણોના આશ્રયે વિષરૂપ
ઔષધિ જો તે લેશે તો તેનું બૂરૂં જ થશે. કારણ કે જગતમાં
પણ એવું કહેવાય છે કે ‘અજાણવૈદ્ય યમ બરાબર છે’, માટે
સાચા વૈદ્યનો જેટલો કાળ સંબંધ ન મળે તો ઔષધિ ન લેવી
તો ભલી છે પણ આતુર થઈ અપ્રમાણિક વૈદ્યની ઔષધિ
લેવાથી ઘણું દુઃખ ઉત્પન્ન થાય છે. તે તમે તમારા ચિત્તમાં
વિચાર કરીને જુઓ. જેને (રોગનો) ઇલાજ કરાવવો હોય તે
પહેલાં વૈદ્યનો જ નિશ્ચય કરે છે, ત્યાં પ્રથમ તો
બીજાના કહેવાથી વા અનુમાનથી તેના સ્વરૂપનો નિશ્ચય કરી
વૈદ્ય પ્રત્યે આસ્થા લાવે છે પછી તેની કહેલી ઔષધિનું સાધન
કરે છે તથા પોતાને રોગની મંદતા થતી જાય ત્યારે સુખી થાય
અને ત્યારે સ્વાનુભવજનિત પ્રમાણ દ્વારા વૈદ્યનું સાચાપણું
ભાસતું જાય.
જીવનું લક્ષણ અચેતન કહેવું તે.