૧૪ ]
[ સત્તાસ્વરૂપ
વેળા વિશેષ આકુલતા થાય છે તથા કોઈ વેળા ઓછી
આકુલતા થાય છે, પરંતુ એ ઇચ્છા નામનો રોગ હંમેશાં બની
જ રહ્યો છે, જ્યારે કોઈ ૧ભવ્યજીવને મિથ્યાત્વાદિના
ક્ષયોપશમથી તથા ભલું થવું સર્જિત હોવાથી ૨કાળલબ્ધિ નજીક
આવે છે ત્યારે ‘પોતાના કરેલા વિષયસેવનરૂપ ઉપાયોથી સિદ્ધિ
ન થઈ’ એમ જાણી તેને અસત્ય જાણે ત્યારે સત્ય ઉપાયનો
નિશ્ચય કરી મારો ઇચ્છા નામનો રોગ જે પ્રકારથી મટે એ
પ્રમાણે સત્યધર્મનું ૩સાધન કરવું. ત્યાં સત્ય ધર્મનું સાધન તો
ઇચ્છારોગ મટવાનો ઉપાય છે, પણ તે તો જે પહેલાં પોતે
ઇચ્છારોગસહિત હતો અને પાછળથી સત્યધર્મનું સાધન કરી
જેને એ ઇચ્છારોગનો સર્વથા અભાવ થયો હોય તેનાથી
દર્શાવ્યો જાણી શકાય છે, કારણ કે – રાગ, ધર્મ, સાચીપ્રવૃત્તિ,
૪સમ્યગ્જ્ઞાન વા વીતરાગદશારૂપ નિરોગતા તેનું આદિથી અંત
સુધીનું સાચું સ્વરૂપ સ્વાશ્રિતપણે તેને જ ભાસે છે, અને તે જ
અન્યને દર્શાવવાવાળા છે, માટે જેને અજ્ઞાનજનિત ઇચ્છા
નામના રોગથી ભય ઉત્પન્ન થયો હોય, સાચો રોગ ભાસ્યો
૧. ભવ્યજીવ = મોક્ષ પામવાને લાયકાતવાળો જીવ.
૨. કાળલબ્ધિ = સ્વકાળ (પોતાની પર્યાય)ની પ્રાપ્તિ, પોતાના
પુરુષાર્થને ફોરવવારૂપ અવસ્થા.
૩. સાધન કરવું = સેવવું, આદરવું.
૪. સમ્યગ્જ્ઞાન = સાચું જ્ઞાન, વસ્તુના સ્વરૂપને યથાર્થ રીતે જાણવું
તે; પરથી ભિન્ન આત્માનું સાચું ભાન.