Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 15 of 103
PDF/HTML Page 27 of 115

 

background image
સત્તાસ્વરૂપ ][ ૧૫
હોય, એ રોગને મટવાની સાચી ધર્મવાર્તા શ્રી સર્વજ્ઞવીતરાગ
ભગવાને બતાવેલી આવશે (એવો નિશ્ચય થયો હોય). વા જેનો
એ ઇચ્છારોગ મટ્યો છે, તેની મૂર્તિ દેખવાથી ઉત્સાહ ઉત્પન્ન
થયો હોય, તે જ જીવ રોગીની માફક વા યાચકની માફક
શાંતરસની રસિકતાથી ભગવાનરૂપ વૈદ્યનો આશ્રય લે. એ
પ્રમાણે શાંતરસની મૂર્તિનાં દર્શનના પ્રયોજન અર્થે કાય
વચન
મનનેત્ર આદિ સર્વ અંગથી યથાવત્ હાવભાવકટાક્ષ
વિલાસવિભ્રમ થઈ જાય, તેમ ચાર પ્રકારરૂપ પોતાના
પરિણામને બનાવી જિનમંદિરમાં આવે, ત્યાં પ્રથમ તો આગળ
અન્ય સેવક બેઠા હોય તેમને સુદેવનું સ્વરૂપ પૂછે વા
અનુમાનાદિથી નિર્ણય કરે તથા આમ્નાયને માટે દર્શનાદિ કરતો
જાય, પણ પોતે ત્યારે સેવક બને છે વા તેમનો ઉપદેશેલો માર્ગ
ત્યારે ગ્રહણ કરે છે વા તેમનાં કહેલાં તત્ત્વોનું ત્યારે શ્રદ્ધાન કરે
છે, કે જ્યારે પહેલાં આગમ સાંભળી વા અનુમાનાદિથી
સ્વરૂપનો નિશ્ચય સાચો થઈ ચુક્યો હોય. પણ જેને સાચો
સ્વરૂપનો નિર્ણય થયો જ નથી તથા વિશેષ સાધનનું યથાર્થ
જ્ઞાન થયું જ નથી, ત્યારે તે નિર્ણય વિના કોનો સેવક બની
દર્શન કરે છે વા જાપ કરે છે? કોઈ કહે ‘અમે તો સાચાદેવ
જાણી કુળના આશ્રયથી વા પંચાયતના આશ્રયથી પૂજા
૧. હાવભાવ = શરીર ને મનની ચેષ્ટા.
૨. કટાક્ષ = પ્રેમથી ભરેલી વક્ર દ્રષ્ટિ, પ્રેમથી ભરેલા વક્ર વચનો.
૩. પંચાયત
જનસમૂહ, આગળ પડતાં માણસો, જ્ઞાતિ, સંઘ.