આશ્રયે ધર્મબુદ્ધિથી પૂજાદિ કાર્યોમાં પ્રવર્તો છો તે જ પ્રમાણે
અન્યમતાવલંબી પણ ધર્મબુદ્ધિથી વા પોતાની પંચાયત વા
કુલાદિકના આશ્રયે પોતાના દેવાદિકની પૂજાદિ કરે છે, તો
ત્યાં તમારામાં અને તેમનામાં વિશેષ ફરક ક્યાં રહ્યો? ત્યારે
તે શંકાકાર કહે છે કે
એટલી તો વિશેષતા છે? તેને કહીએ છીએ કે
નથી, જેમ બે બાળક અજ્ઞાની હતા એ બંનેમાં એક
બાળકના હાથમાં હીરો આવ્યો તથા બીજાના હાથમાં એક
બિલોરી પથ્થર આવ્યો, એ બંનેએ શ્રદ્ધાપૂર્વક તેને
પોતપોતાના આંચળમાં (કપડાના છેડામાં) બાંધી લીધા, પરંતુ
બંને બાળકોને તેનું યથાર્થ મતિજ્ઞાન નથી એ અપેક્ષાએ તે
બંને અજ્ઞાની જ છે. જેના હાથમાં હીરો આવ્યો તે હીરો
જ છે તથા બિલોરી પથ્થર આવ્યો તેની પાસે બિલોરી
પથ્થર જ છે.