સત્તાસ્વરૂપ ][ ૧૭
છે, એટલો નફો તો થયો! તેને કહીએ છીએ કે —
તમને ગૃહિતમિથ્યાત્વનું જ જ્ઞાન નથી કે
ગૃહિતમિથ્યાત્વ કોને કહેવાય? તમે તો ગૃહિતમિથ્યાત્વ આમ
માન્યું છે કે – ‘અન્ય મિથ્યાદેવાદિનું સેવન કરવું, પણ એ
ગૃહિતમિથ્યાત્વનું (સાચું) સ્વરૂપ ભાસ્યું નથી. તેનું ખરૂં
સ્વરૂપ શું છે તે અહીં કહીએ છીએ —
જે દેવ – ગુરુ – શાસ્ત્ર – ધર્મ ઇત્યાદિકનો બાહ્યલક્ષણોના
આશ્રયે સત્તા, સ્વરૂપ, સ્થાન, ફળ ૧પ્રમાણ, ૨નય
ઇત્યાદિકનો નિશ્ચય તો ન હોય અને લૌકિકતાથી તેનું
બાહ્યરૂપ જુદું ન માને, તેને બાહ્યરૂપથી પણ (તેનું) સ્વરૂપ
ભાસ્યું નથી, તે અન્યને સેવે છે તથા કુળ – પક્ષના આશ્રયે,
પંચાયતના આશ્રયે, સંગતિના આશ્રયે, પ્રભાવનાદિ ચમત્કાર
જોઈ વા શાસ્ત્રમાં અને પ્રગટમાં દેવાદિકની પૂજાદિકથી ભલું
થવું કહ્યું છે, એવી માન્યતાના આશ્રયે સાચા દેવાદિકનો જ
(માત્ર) પક્ષપાતીપણાથી સેવક બની પ્રવર્ત્તે છે તેને પણ
ગૃહિતમિથ્યાત્વ જ છે. એ પ્રમાણે તો અન્ય પણ પોતાના
જ દેવને માને છે અને જિનદેવને નથી માનતા. એ
ગૃહિતમિથ્યાત્વનું મટવું તો આ પ્રમાણે છે કે
– અન્ય
દેવાદિના બાહ્યગુણોનું તથા પ્રબંધના આશ્રયપૂર્વક સ્વરૂપ
૧. પ્રમાણ = સાચું જ્ઞાન, આખી વસ્તુને યથાર્થપણે જાણવી તે.
૨. નય = વસ્તુના એક પડખાને પેટમાં રાખી બીજા પડખાને મુખ્ય
કરી જાણવું તે. શ્રુતજ્ઞાનનો અંશ.