Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 18 of 103
PDF/HTML Page 30 of 115

 

background image
૧૮ ]
[ સત્તાસ્વરૂપ
પહેલાં જાણી, સ્વરૂપવિપરીતતાકારણવિપરીતતા અને
ભેદાભેદ-વિપરીતતારહિત જ્ઞાનમાં નિશ્ચય કરી, પછી
જિનદેવાદિકનો બાહ્યગુણોના આશ્રયે વા વ્યવહારરૂપ નિશ્ચય
કરી પોતાનું મહાન પ્રયોજન સિદ્ધ ન થવાથી (એ બંનેમાં)
હેય
ઉપાદેયપણું માની અન્યની વાસના મૂળથી છૂટે અને
જિનદેવાદિકમાં જ સાચી પ્રીતિ ઉત્પન્ન થાય (તો
ગૃહિતમિથ્યાત્વ મટ્યું કહેવાય.)
ત્યાં પ્રથમ અવસ્થામાં ગૃહિતમિથ્યાત્વને માટે તન,
ધન, વચન, જ્ઞાન, શ્રદ્ધાન અને કષાય વગેરે લગાવતો હતો
તે વ્યવહારથી જિનદેવાદિકનો સેવક થઈ પ્રવર્તતાં હવે એ
દૂષણોથી રહિત હર્ષ પૂર્વક વિનયરૂપ બની સમ્યક્ત્વના
૧. સ્વરૂપવિપરીતતા = જેને જાણે છે તેના મૂળ વસ્તુભૂત સ્વરૂપને
તો ન ઓળખે અને અન્યથા સ્વરૂપ માને તે સ્વરૂપવિપરીતતા
છે. દા.ત. રાગને આત્માનો સ્વભાવ જાણવો તે.
૨. કારણવિપરીતતા = જેને જાણે છે તેના મૂળ કારણને તો ન
ઓળખે અને અન્યથા કારણ માને તે કારણવિપરીતતા છે. દા.ત.
શુભને શુદ્ધનું કારણ જાણવું તે.
૩. ભેદાભેદવિપરીતતા = ‘એ આનાથી ભિન્ન છે તથા એ આનાથી
અભિન્ન છે’ એમ યથાર્થ ન ઓળખતાં અન્યથા ભિન્ન
અભિન્નપણું માને તે ભેદાભેદવિપરીતતા છે. દા.ત. ગુણ ગુણી
સર્વથા ભિન્ન કે સર્વથા અભિન્ન જાણવા તે.