સત્તાસ્વરૂપ ][ ૧૯
૧પચીસમલને વિચારપૂર્વક નહિ લગાવતો તન, ધન, વચન,
જ્ઞાન, શ્રદ્ધાન અને કષાય વગેરે તેમાં લગાવવાને
સદ્ભાવરૂપ જ પ્રવર્તે છે, અન્યમાં પ્રવર્તતો નથી, અભાવને
સાધે પણ મિથ્યાસદ્ભાવને સ્થાન ન આપે વા તેનું સમર્થન
ન કરે વા તેના સહકારીકારણરૂપ ન બને.
ત્યાં દેવના કથનમાં તો – દેવસંબંધી મિથ્યાસદ્ભાવ
કરતો નથી. અન્યદેવ અને જિનદેવમાં સમાનતારૂપ પ્રવૃત્તિ
રાખતો નથી, જિનદેવનું (અંતરંગ) સ્વરૂપ અને બાહ્યરૂપ
અન્યથા કહેતો નથી – સાંભળતો નથી, વીતરાગદેવની
પ્રતિમાનું રૂપ સરાગરૂપ કરતો નથી, અવિનયાદિરૂપ પ્રવૃત્તિ
કરતો નથી, તે રૂપ પોતે બનાવતો નથી, લૌકિકમાં
૧. સમ્યક્ત્વના પચ્ચીસમલ; આઠમદ = (૧) જાતિ, (૨) લાભ,
(૩) કુળ, (૪) રૂપ, (૫) તપ, (૬) બળ, (૭) વિદ્યા,
(૮) અધિકાર.
ત્રણ મૂઢતા = (૧) કુગુરૂ સેવા, (૨) કુદેવ સેવા, (૩) કુધર્મ
સેવા.
આઠ શંકાદિ દોષો = (૧) શંકા, (૨) કાંક્ષા, (૩) વિચિકિત્સા,
(૪) મૂઢ દ્રષ્ટિ, (૫) અનૂપગૂહન, (૬) અસ્થિતિકરણ,
(૭) અવાત્સલ્ય, (૮) અપ્રભાવના. એ આઠ શંકાદિ દોષો.
છ અનાયતન = (૧) કુગુરુ, (૨) કુદેવ, (૩) કુધર્મ,
(૪) કુગુરુ સેવક, (૫) કુદેવ સેવક, (૬) કુધર્મ સેવક. આ બધા
મળીને સમ્યક્ત્વના પચ્ચીસ દોષ છે.