Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 20 of 103
PDF/HTML Page 32 of 115

 

background image
૨૦ ]
[ સત્તાસ્વરૂપ
અતિશયોનું સ્વરૂપ અન્યથા કહેતો નથી, પોતે અવિનય
દેખે તો તેનો પ્રબંધ કરતો નથી તથા સાચા દેવાદિકના
પ્રતિમાજીનો અવિનયાદિ થતો હોય તો ત્યાંથી પોતે પોતાને
બચાવતો રહે છે. એ જ પ્રમાણે શાસ્ત્રાદિનું પણ જાણવું.
એ પ્રમાણે અન્યદેવાદિકથી સંબંધ છોડવો એનું જ નામ
ગૃહિતમિથ્યાત્વનું છૂટવું છે.
સાચા દેવાદિકથી સાચી પ્રવૃત્તિ વ્યવહારરૂપ વિષય
કષાયાદિના આશ્રયરહિત કરવાથી ગૃહિતમિથ્યાત્વ છૂટશે, તેથી
તમે અન્ય દેવાદિથી તો પરીક્ષા કર્યા વિના જ સંબંધ છોડ્યો,
પરંતુ સાચા દેવાદિકમાં તો જેવી આગળ બીજાઓથી સાચી
લગની હતી તેવી પ્રીતિ ન થઈ તે તમે તમારા પરિણામોમાં
વિચાર કરીને જુઓ! કારણ કે
અંતરંગ પ્રીતિનું કાર્ય બહાર
જણાયા વિના ન રહે. તેથી ગૃહસ્થી છે તેને આ સુગમમાર્ગરૂપ
કલ્યાણની વાત છે (કહીએ છીએ,) કે વર્તમાન ક્ષેત્ર
કાળમાં
બધાય પોતપોતાના દેવાદિકથી પ્રવૃત્તિ કરે છે, અને તમે પણ
ધન, કુટુંબાદિકનું પોષણ, ભોગ
રોગાદિક વા વિવાહાદિ કાર્યોમાં
જેવા પ્રવર્તો છો તેવા જ પદયોગ્ય નાના પ્રકારપૂર્વક તે જ રૂપે
પ્રવર્તો છો, જ્યાં સુધી તમારામાં વિશેષધર્મવાસના ન વધે ત્યાં
સુધી તેના હિસ્સા જેટલું ધનાદિક તો આના અર્થે લગાવ્યા કરો!
૧. અતિશય = ખાસ પ્રકારનું ઉત્કૃષ્ટ અલૌકિક પુણ્ય જે
સમ્યગ્દર્શનની ભૂમિકામાં બંધાય છે તે
૨. પ્રબંધ = સ્વીકાર.