હતા વા વર્તમાનમાં બીજા તમારી બરાબરીના ગૃહસ્થ અન્ય
દેવાદિકના માટે જે કરે છે, તેમના જેવું માયા મિથ્યાત્વ
કરશો તો જ ગૃહિતમિથ્યાત્વ છૂટશે, તેના હિસ્સા જેટલાં તન,
મન, ધન, વચન, જ્ઞાન, શ્રદ્ધાન, કષાય, ક્ષેત્ર અને કાલાદિક
અહીં લગાવશો તો જ તમે બાહ્ય જૈની બનશો, તમે બાહ્યરૂપ
સાચી આસ્તિક્યતા લાવતા નથી, જ્ઞાન કરતા નથી, ક્રિયા
સુધારતા નથી, ધન લગાવતા નથી, ઉલ્લાસપૂર્વક કાર્ય કરતા નથી
અને આળસાદિ કર્મ પણ છોડતા નથી અને માત્ર કોરી વાતોથી
પાંચ આળસુ અજ્ઞાની ભાઈઓનો સંબંધ રાખવા જૈની બન્યા છો
તો બનો પણ ફળ તો શાસ્ત્રમર્યાદાનુસાર પ્રવર્તતાં જ સાચું
લાગશે. આ અવસર ચાલ્યો જશે ત્યારે તમે જ પાછો પશ્ચાત્તાપ
કરશો અને કહેશો કે
અથવા કપટ વડે લોકને દેખાડવાના સેવક થયા છો, વા તેનું
મહાનપણું તમને ભાસ્યું નથી, વા તમને તેમાં કાંઈ પણ ફળની
પ્રાપ્તિ થવી ભાસી નથી વા તમારા હૃદયમાં તેનું વાસ્તવિક રહસ્ય
જ ઉપજ્યું નથી. કે જેથી તમે સ્વયં ઉત્સાહરૂપ બની એ કાર્યોમાં
સુખરૂપ યથાયોગ્ય પ્રવર્તી શકતા નથી.