(ધર્મ) કાર્યો ફીકાં ભાસ્યાં હોય એમ લાગે છે, તેનું કારણ શું
છે? અહીં તમે કહેશો કે ‘રુચિ ઉપજતી નથી
ઉપરથી એમ જણાય છે કે
વાસના ઉપજતી નથી અને માત્ર મોટા કહેવરાવવા માટે વા દશ
પુરુષોમાં સંબંધ રાખવા માટે કપટ કરી અયથાર્થ પ્રવર્તો છો,
તેનાથી લૌકિક અજ્ઞાની જીવો તો તમને ભલા કહી દેશે; પરંતુ
જેના તમે સેવક બનો છો તે તો
કર્મ બંધાયા વિના રહેશે નહિ અને તમારું બૂરું કરવાવાળું તો
કર્મ જ છે માટે તમને આ પ્રમાણે પ્રવર્તવામાં નફો શો થયો?
તથા જો તમે એનાથી (એ જિનદેવાદિથી) વિનયાદિરૂપ,
નમ્રતારૂપ વા રસસ્વરૂપ નથી પ્રવર્તતા તો તમને તેનું મહાનપણું
વા સ્વામિપણું ભાસ્યું જ નથી, ત્યાં તો તમારામાં અજ્ઞાન
આવ્યું! તો પછી વગર જાણ્યે સેવક શું થયા? તમે કહેશો કે
‘એ અમે જાણીએ છીએ, તો એ જિનદેવાદિકના અર્થે
ઉચ્ચકાર્યોમાં મિથ્યાત્વના જેવી ઉમંગરૂપ પ્રવૃત્તિ તો ન થઈ!