Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 23 of 103
PDF/HTML Page 35 of 115

 

background image
સત્તાસ્વરૂપ ][ ૨૩
જેમ કોઈ કુલટા સ્ત્રી પરપુરુષને પોતાનો ભરથાર જાણી તે રૂપ
કાર્ય કરતી હતી, તેને સારાં ભોજન જમાડતી હતી, પણ કોઈ
ભાગ્યોદયથી તેને પોતાના પતિનો લાભ થયો ત્યાં જેમ પહેલાં
પરપુરુષના અર્થે પોતાનું સ્વરૂપ વા
સારું કાર્ય બનાવતી હતી,
તેમ હવે પોતાના ભરથારના સંબંધમાં રસ વા સારું કાર્ય
બનવા છતાં પણ ન કરે તો તેને મોટી ભૂંડીકુલટા જ કહીએ
છીએ, તે જ પ્રમાણે તમે પહેલાં મિથ્યાત્વ અવસ્થામાં
અન્યદેવાદિકના અર્થે રસરૂપ સારાં સારાં ઉમંગભર્યાં કાર્યો
કરતા હતા, અને હવે ઘણા જ મહાન ભાગ્યોદયથી તમને
તમારા સાચા સ્વામિ
જિનદેવની પ્રાપ્તિ થઈ તમે પણ તે જાણી
લીધું વા મુખથી પણ કહી ચૂક્યા છતાં તમને પેલી વનિતા જેવાં
અન્ય દેવના સંબંધથી રસ, ઉમંગરૂપ ચાકરી, ધનનો ખર્ચ,
પૂજાદિનું કરવું, યાત્રાદિએ જવું, ભયવાન થવું વા નીચે બેસવું
આદિ કાર્યો થતાં હતા અને હવે આ સાચા દેવાદિકના સંબંધમાં
તે રસ નથી આવતો. તે ઉમંગ વા તેવાં કાર્યો નથી થતાં, તેથી
જાણીએ છીએ કે
તમારામાં પેલી કુલટા સ્ત્રી જેવું જ મહાન
ગૃહિતમિથ્યાત્વ જ છે. કારણ કેઆ તો મહાન ભારે ગજબ
છે કેપોતાના ખરા સ્વામિના સંબંધમાં હર્ષરૂપ કાર્ય ન થાય!
તમે પોતે જ વિચાર કરી જુઓ, અમારે જોરાવરીથી તમને
દૂષણ લગાવવાં નથી. જો તમારામાં આ જ પ્રમાણે પ્રકૃતિ વા
પ્રવૃત્તિ બની રહી છે તો તમારા ઘરે દોષ અવશ્ય થશે, કારણ
૧. સારૂં = સુંદર, શરણાગતિ.