૨૪ ]
[ સત્તાસ્વરૂપ
કે – પરપુરુષની અપેક્ષાએ નિજ – ભરથાર પ્રત્યે અધિક રસસ્વરૂપ
કાર્ય થવાથી જ શીલવાનપણું રહે છે. એ જ પ્રમાણે કુદેવાદિકના
સંબંધ કરતાં સુદેવાદિકના સંબંધમાં સાચા રસરૂપ વધતાં કાર્યો
થતાં જ ધર્માત્માપણું આવશે.
વળી, તમે કહેશો કેઃ — ‘અમને વિશેષ ફળ તો કાંઈ
ભાસ્યું નથી.’ તેનું સમાધાનઃ — અન્ય દેવાદિકથી તમને શું ફળ
થયું છે તે કહો! તેમનું સેવન કરી બતાવ્યાં તે ફળો જો
તેમનાથી થયા હોય તો બતાવી દ્યો અથવા; ૧આર્તધ્યાન સિવાય
બીજું કંઈ ફળ થયું હોય તો યુક્તિ દ્વારા પણ બતાવી દ્યો! એના
કરતાં સાચા દેવાદિકથી તો જે ફળ થાય છે તેનું વર્ણન, ફળ,
નિશ્ચયપ્રકરણમાં લખીશું.
ધનનું આગમન, શરીરની નિરોગતા, પુત્રાદિકનો લાભ,
ઇષ્ટ સામગ્રીની પ્રાપ્તિ, પુત્ર – સ્ત્રી આદિની જીવનવાંચ્છા, સુંદર
સ્ત્રીનો સંબંધ મળવો, અને વિવાહાદિ કાર્યોમાં વિઘ્ન ન થવાં
ઇત્યાદિ કાર્યો વાસ્તે તું અન્ય દેવાદિકને પૂજે છે વા વિનયાદિ
કરે છે, ત્યાં અમે પૂછીએ છીએ કે – અન્યદેવાદિકથી એ ઇષ્ટ
કાર્યોની પ્રાપ્તિ અવશ્ય થશે એવો સ્વાશ્રિત વા પરાશ્રિતપણે
નિશ્ચય તમે કેવી રીતે કર્યો છે, કે જેથી તમને તેની પ્રબળ આસ્થા
અને આશા છે તે કહો! પ્રત્યક્ષથી, અનુમાનથી વા દેશ-પરદેશની
વાતોથી નિશ્ચય કરી આવ્યા છો તો અમને પણ એ નિશ્ચય કરાવી
૧. આર્તધ્યાન = દુઃખમય થવાથી થવાવાળું ધ્યાન; ઇષ્ટાનિષ્ટ
સંયોગ-વિયોગની પ્રાપ્તિ – અપ્રાપ્તિ વિષે થતી માઠી ચિંતા.