સત્તાસ્વરૂપ ][ ૨૫
દ્યો; ત્યાં પ્રત્યક્ષમાં તો પોતાના નેત્ર વડે એ બતાવો કે અન્ય દેવને
પૂજવાથી ઇષ્ટની પ્રાપ્તિ મને વા અન્યને અવશ્ય થઈ છે તથા
જિનદેવને પૂજવાવાળાને થવી ૧અનિશ્ચયાત્મક છે, અનુમાનમાં
એવું પાકું સાધન બતાવો કે જેથી એમ ભાસી જાય કે – અન્ય
દેવને પૂજવાવાળાને ઇષ્ટની પ્રાપ્તિ થાય જ થાય અને જિનદેવને
પૂજવાથી થાય પણ ખરી તથા ન પણ થાય, કાનોથી આ વાત
સાંભળવામાં આવી હોય કે દેશ-પરદેશમાં અન્ય દેવાદિકને
પૂજવાવાળાને તો ઇષ્ટની પ્રાપ્તિ થઈ જ છે તથા જિનદેવને
પૂજવાવાળાને થઈ છે પણ ખરી તથા નથી પણ થઈ. પણ એવો
પ્રબંધ નિરપેક્ષ હોય છે; પરંતુ વિચાર કરતાં તો તે સત્ય ભાસશે
નહિ; કારણ કે જીવન – મરણ, સુખ – દુઃખ, આપત્તિ – સંપત્તિ,
રોગ – નીરોગતા, લાભ – અલાભ ઇત્યાદિ તો જૈની તથા અન્યમતિ
સર્વને પોતપોતાના પૂર્વોપાર્જિત કર્મોદયના આશ્રયથી સામાન્ય
– વિશેષરૂપથી થાય છે.
જેમ શીતલા પૂજવાવાળો તો પોતાના પુત્રના જીવન માટે
જ પૂજે છે, પૂજતાં છતાં પણ તે (પુત્ર) મરતો પ્રત્યક્ષ જોવામાં
આવે છે તથા અનુમાનથી પણ એમ ભાસતું નથી કે શીતલા
પૂજવાવાળાનો પુત્ર જીવશે જ, તથા દેશ – પરદેશથી સાંભળવામાં
પણ નથી આવ્યું કે – શીતલાને પૂજવાવાળા સર્વના પુત્રો જીવ્યા
જ છે, એ પ્રમાણે સર્વ વાતો સમજી લેવી – જગતમાં પણ એમ
જ કહે છે.
૧. અનિશ્ચયાત્મક = અચોક્કસ.