૨૬ ]
[ સત્તાસ્વરૂપ
જ્યારે શીતલાને પૂજતાં – પૂજતાં પુત્ર મરી જાય ત્યારે
તેઓ કહે છે કે – ‘પ્રાણીની આયુસ્થિતિ હોય તેટલી જ તે
ભોગવે છે એક પળ પણ આગળ – પાછળ થઈ શકતી નથી,
શીતલા શું કરે! આ તો પૂજાદિકનો વ્યવહાર બનાવી રાખ્યો
છે’, પરંતુ એમાં તો જગતના કહેવામાં પણ જીવન-મરણ,
સુખ – દુઃખ, લાભ – અલાભ, આદિના મૂળમાં તો કર્મ, આયુષ્ય,
શાતા – અશાતા વા ૧અંતરાયાદિકનું અનુકૂળપણું – પ્રતિકૂળપણું જ
પ્રબળ કારણ થઈ રહ્યું. માટે સત્યાર્થદ્રષ્ટિ વડે નિર્ણય કરીને
સર્વ સંકલ્પ છોડી પોતાના સુદેવમાં જ ૨આસ્તિક્યબુદ્ધિ લાવવી
યોગ્ય છે. ‘કાર્ય તો કર્મના ઉદય આશ્રિત જે થવાનું છે તે જ
થશે.’ એવો નિશ્ચય રાખવો યોગ્ય છે પણ ધર્મ છોડવાથી
ઇષ્ટની પ્રાપ્તિ થવી સંભવતી નથી, અન્ય મતવાળા પણ એ જ
પ્રમાણે કહે છે કે —
પોતપોતાના ઇષ્ટને નમન કરે સૌ કોઈ,
ઇષ્ટ વિહુણા પરશરામ નમેં તે મૂરખ હોય;
વળી, તે કહે છે કે – ‘જે સાચા અંતઃકરણથી પૂજે છે
તેમને તો ઇષ્ટફળની પ્રાપ્તિ થાય છે જ.’ તેને ઉત્તર – જ્યાં કર્મના
ઉદયથી ઇષ્ટની પ્રાપ્તિ થાય છે ત્યાં તો તું તેને કુદેવાદિકની કરી
બતાવે છે તથા જ્યાં ઇષ્ટની પ્રાપ્તિ નથી થતી વા અનિષ્ટની
૧. અંતરાય = વિઘ્ન કરવામાં નિમિત્ત થતું કર્મ.
૨. આસ્તિક્યબુદ્ધિ = વિશ્વાસ, ભરોસાનો ભાવ.