સત્તાસ્વરૂપ ][ ૨૭
પ્રાપ્તિ થાય છે ત્યારે તું કહે છે કે – ‘સાચા અંતઃકરણથી સેવા
ન કરી’ તો હવે તેમનું જ કર્યું આ થાય છે, એવો નિશ્ચય થાય
તે ઉપાય બતાવ? અહીં તું કહીશ કે – ‘તો જિનદેવને
પૂજવાવાળાને પણ આ નિયમ દેખાતો નથી,’ એ તારું કહેવું
સત્ય છે; પરંતુ તું તો પોતાના દેવનો કર્તા કહે છે, જો અમે
પણ એમ કહીએ તો તો દૂષણ આવે, પરંતુ અમે (જિનદેવને)
કર્તા તો કહેતા નથી, પણ આ જીવ, તપ – ત્યાગાદિ વડે વા
વિષય કષાય વ્યસનાદિ વડે શુભ – અશુભ કર્મને બાંધે છે તેના
ઉદયથી તેને બાહ્યનિમિત્તાદિકનું સહકારીપણું સ્વયં થતાં ઇષ્ટ
– અનિષ્ટનો સંબંધ બને છે.
પ્રશ્નઃ — તમે તો ભલું – બૂરું થવું પોતાના
પરિણામોથી માન્યું તો પછી તમે દેવાદિકનું પૂજનાદિક શા
સારૂં કરો છો?
ઉત્તરઃ — અમારે તો આ આમ્નાય છે કે – પોતાનાં
શ્રદ્ધાન – જ્ઞાન – ત્યાગ – તપાદિરૂપ કલ્યાણમાર્ગને ગ્રહણ કરવાં.
પણ જો તેના (જિનદેવાદિના) પૂજનાદિકથી જ લૌકિક ઇષ્ટની
પ્રાપ્તિ અને અનિષ્ટની અપ્રાપ્તિ માની તેને પૂજે છે તેમને તો
મુખ્યપણે પાપબંધ જ થાય છે, કારણ કે તેને દેવ વ્હાલા
લાગ્યા નથી પણ પોતાનું પ્રયોજન જ વ્હાલું લાગ્યું છે. જ્યારે
પોતાનું પ્રયોજન સાધ્ય થઈ જશે ત્યારે તે દેવનું સેવન છોડી
દેશે વા અન્યથા વચન બોલવા લાગશે, ત્યાં તેને દેવનું
આસ્તિક્ય વા વ્હાલપ ક્યાં રહ્યાં? તથા પૂર્વકર્મનો ભલો – બૂરો