૨૮ ]
[ સત્તાસ્વરૂપ
ઉદય આવવાનું કોઈ ૧પ્રમાણ નથી માટે એવા પ્રયોજનને અર્થે
જિનદેવના સેવક થવાનું કહ્યું નથી. અમારે તો જિનદેવે,
સંસાર – મોક્ષમાર્ગનો સાચો નિષેધ – વિધિ તથા તેનું સત્ય સ્વરૂપ
દર્શાવ્યું છે, જેને જાણી ભવ્યજીવો પોતાનું કલ્યાણ કરે છે વા
સુખરૂપ જે શાંતિરસ તેનું અવલંબન ચિંતવે છે. એવા
પ્રયોજનની સિદ્ધિ થતી જાણી તેમના સેવક થવાનું કહ્યું છે;
એ બંને પ્રયોજન તેમનાથી જ (જિનદેવથી) સિદ્ધ થાય છે.
પ્રશ્નઃ — તો સ્તોત્રાદિકમાં વા પુરાણોમાં એવું પણ
કહ્યું છે કે તેમનાં પૂજનાદિથી રોગ દૂર થઈ જાય છે, ૠદ્ધિ –
આદિ આવી મળે છે વા વિઘ્ન દૂર થાય છે?
ઉત્તરઃ — તમને ૨નયવિવક્ષાનું જ્ઞાન નથી, સ્તોત્રાદિમાં
વ્યવહારનયથી તેનાથી રોગાદિ દૂર થવાં ઇત્યાદિ કહ્યું છે,
કારણ કે – ભલાં કાર્ય થાય છે તે શુભકર્મના ઉદયથી થાય છે
અને એ વાતો શાસ્ત્રોમાં, જગતમાં વા વિચાર કરતાં પોતાના
ચિત્તમાં પ્રગટ જણાય છે. હવે શુભકર્મનો ઉદય તો ત્યારે થાય
કે જ્યારે પ્રથમ શુભનો બંધ થયો હોય, અને શુભકર્મનો બંધ
ત્યારે થાય કે જ્યારે શ્રદ્ધાન – જ્ઞાન – આચરણ – ત્યાગ – તપ અને
પૂજાદિ શુભકર્મનાં કાર્યોરૂપ પોતે પ્રવર્તે, તથા શુભકાર્યોમાં
પ્રવૃત્તિ ત્યારે થાય કે જ્યારે શુભકાર્યોનું સ્વરૂપ દેખાય. હવે
(તેનું) સાચું સ્વરૂપ વા માર્ગ, પૂર્વાપરવિરોધરહિતપણે
૧. પ્રમાણ = સાબિતી, માન્ય કરવા યોગ્ય કારણ.
૨. નયવિવક્ષા = નયની અપેક્ષા (નયોના પડખાં).