Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 29 of 103
PDF/HTML Page 41 of 115

 

background image
સત્તાસ્વરૂપ ][ ૨૯
દર્શાવવાવાળા શ્રીસર્વજ્ઞવીતરાગજિનદેવ જ છે. માટે સર્વ
લૌકિક ઇષ્ટ કાર્ય પણ વ્યવહારનયથી સ્તોત્રાદિકમાં તેમનાં કર્યાં
કહ્યાં છે. કારણ કે
તેમણે જ્યારે સત્યમાર્ગ દર્શાવ્યો ત્યારે આ
જીવ શુભમાર્ગરૂપ પ્રવર્ત્યો, જ્યારે શુભમાર્ગરૂપ પ્રવર્ત્યો ત્યારે
નવીન શુભકર્મનો બંધ થયો, જ્યારે શુભકર્મનો બંધ થયો
ત્યારે તે શુભકર્મનો ઉદય આવ્યો અને જ્યારે શુભકર્મનો ઉદય
આવે છે ત્યારે આપોઆપ રોગાદિક દૂર થઈ જાય છે તથા
ઇષ્ટસામગ્રીની પ્રાપ્તિ થઈ જાય છે, એ પ્રમાણે વ્યવહારથી
શ્રીજિનદેવને ઇષ્ટના કર્તા તથા અનિષ્ટના હર્તા કહ્યા છે. જેમ
વૈદ્ય છે તે તો ઔષધાદિકનો બતાવવાવાળો છે, પણ એ
ઔષધાદિકનું સેવન જ્યારે રોગી કરે છે ત્યારે તેનાં રોગાદિક
દૂર થાય છે વા પુષ્ટતાની પ્રાપ્તિ થાય છે, પરંતુ તેના ઉપકાર
સ્મરણ અર્થે વ્યવહારથી એમ કહીએ છીએ કે
‘વૈદ્યે અમને
જીવનદાન આપ્યું વા રોગની નિવૃત્તિ કરી’ એ જ પ્રમાણે
માર્ગનું સ્વરૂપ દર્શાવવારૂપ ઉપકારસ્મરણ અર્થે સ્તોત્રાદિકોમાં
એવી વાત કહી છે.
પણ જે આ નયવિવક્ષાને તો સમજે નહિ અને એને જ
(જિનદેવને જ) કર્તા માની પોતે તો કલ્યાણમાર્ગને ગ્રહણ ન
કરે અને તેનાથી જ સિદ્ધિ થવી માની
નિશ્ચિંત રહે તે તો
અજ્ઞાની પણ છે તથા પાપી પણ છે. તથા જે તેને કર્તાહર્તા
માને છે અને પોતે પણ શક્તિ અનુસાર શુભકાર્યોમાં પ્રવર્તે છે
૧. નિશ્ચિંત = નિઃશંક , બેફીકર.