૩૦ ]
[ સત્તાસ્વરૂપ
તે તો અજ્ઞાની શુભોપયોગી છે, અને જે તેને સત્યસ્વરૂપ વા
સત્યમાર્ગના દર્શાવવાવાળા જાણે છે – પોતાનું ભલું – બૂરૂં થવું
પોતાના પરિણામોથી માને છે, તે રૂપે પોતે પ્રવર્તે છે તથા
અશુભકાર્યોને છોડે છે તે જિનદેવના સાચા સેવક છે.
ત્યાં જેણે જિનદેવના સેવક થવું હોય વા જિનદેવે
ઉપદેશેલા માર્ગરૂપ પ્રવર્તવું હોય તેણે સર્વથી પહેલાં જિનદેવના
સાચા સ્વરૂપનો પોતાના જ્ઞાનમાં નિર્ણય કરી તેનું શ્રદ્ધાન કરવું,
ત્યાં દેવનું ત્રણ દોષ રહિત મૂળ લક્ષણ નિર્દોષ ગુણ છે, કારણ
કે – ‘નિર્દોષ દેવ’ એવું વાક્ય છે. ‘દેવ’ નામ પૂજ્ય વા સરાહવા
(અનુમોદવા; વખાણવા) યોગ્ય છે. હવે અહીં દેવનો નિશ્ચય
કરવો છે, તે દેવ, જીવ છે. તેથી જીવમાં હોય એવા દોષ સર્વ
પ્રકારથી જેના દૂર થયા છે તે જ જીવ પૂજ્ય વા શ્લાધ્ય
(પ્રસંશવા યોગ્ય) છે. તેને જ ‘દેવ’ સંજ્ઞા છે, જેમ લૌકિકમાં
હીરા – સુવર્ણાદિકમાં કાંઈ દોષ હોય તો તેથી તેની કિંમત ઘટી
જાય છે, તે જ પ્રમાણે જીવને નીચો દર્શાવવાવાળા વા તેની
નિંદા કરાવવાવાળા અજ્ઞાન – રાગાદિક દોષ છે, તેનાથી જ
જીવની હીનતા થાય છે.
કારણ કે – સારાં સારાં કપડાં પહેર્યાં હોય, રૂપાળી
મુખમુદ્રા હોય, ઉત્તમ કુળનો હોય, અને આભૂષણાદિક પહેર્યાં
હોય પણ જો બુદ્ધિ થોડી હોય વા ૧વિપરીત હોય વા ક્રોધ –
માન – માયા – લોભાદિ કષાયસહિત હોય તો જગત તેની નિંદા જ
૧. વિપરીત = ઉલટું.