સત્તાસ્વરૂપ ][ ૩૧
કરે છે, તેમ જેનામાં જ્ઞાન થોડું હોય અને કષાય ઘણો હોય
તો તેની નિંદા જ કરે છે. માટે વિચાર કરતાં નિંદા કરાવવાવાળા
દોષ તો અજ્ઞાન – રાગાદિક જ છે અને ગુણ, સાચી વીતરાગતા
જ છે, કારણ કે – પુણ્યવાનગૃહસ્થ પણ ત્યાગી – તપસ્વીની પૂજા
કરે છે, તેથી જણાય છે કે – સર્વ લૌકિક ઇષ્ટ વસ્તુઓથી પણ
ત્યાગ વૈરાગ્ય શ્રેષ્ઠ છે. ત્યાં જેને સંપૂર્ણ સત્યજ્ઞાન – વીતરાગતા
પ્રગટ થઈ છે તે તો સર્વોત્કૃષ્ટ પૂજવા યોગ્ય છે અને એને જ
પરમગુરુ કહીએ છીએ તથા જેને એ સત્યજ્ઞાન – વીતરાગતા પૂર્ણ
થયાં નથી તે પણ એકદેશ પૂજ્ય છે, એમ જાણવું.
પ્રશ્નઃ — તમારા દેવમાં જ જ્ઞાનની પૂર્ણતા થઈ છે
અને અન્ય દેવોને નથી થઈ, એમ કેવી રીતે જાણવામાં આવે
છે તે કહો?
ઉત્તરઃ — અમે ૧નિરપેક્ષ થઈ કહીએ છીએ કે – જેના
વચનમાં વા મતમાં ૨પ્રત્યક્ષ (પ્રમાણથી), ૩અનુમાન (પ્રમાણથી)
૧. નિરપેક્ષ = નિઃસ્પૃહ
૨. પ્રમાણ = સાચા જ્ઞાનને પ્રમાણ કહે છે. પ્રત્યક્ષ પ્રમાણ = જે
પદાર્થને સ્પષ્ટ જાણે છે તે વિશદં પ્રત્યક્ષમ્ = સ્પષ્ટ જ્ઞાન તે
પ્રત્યક્ષ પ્રમાણ છે.
૩. અનુમાનપ્રમાણ = સાધનાત્ સાધ્ય વિજ્ઞાનમનુમાનમ્ = સાધન
(હેતુ)થી સાધ્ય (સિદ્ધ કરવા યોગ્ય વસ્તુ)નું જ્ઞાન થવું, તેને
અનુમાન પ્રમાણ કહે છે.