૩૨ ]
[ સત્તાસ્વરૂપ
૧આગમ (પ્રમાણથી) તથા ન્યાયરૂપ લૌકિક સ્વવચનથી વિરોધ
ન આવે તે જ સર્વજ્ઞવીતરાગ છે, કારણ કે – તેને સર્વજ્ઞ-
વીતરાગપણું પ્રત્યક્ષ તો ભાસતું નથી, પ્રત્યક્ષ તો કેવલીને જ
ભાસે છે તથા આગમમાં લખેલું હોવાથી જ માની લઈએ તો તેને
(પોતાના) જ્ઞાનમાં તો એ વિષય આવ્યો નથી માત્ર અન્યના
વચનથી માની લીધું, ત્યાં તેને વસ્તુનું યથાર્થજ્ઞાન તો ન થયું,
કેવલ વચન શ્રવણ થયું. એવા (માત્ર) આજ્ઞાપ્રધાનીને
અષ્ટસહસ્રી આદિ ગ્રંથોમાં અજ્ઞાની કહ્યો છે.
માટે પ્રયોજનભૂત જે વાતો આગમમાં કહી છે તેનો
પ્રત્યક્ષ – અનુમાનાદિથી પોતાના જ્ઞાનમાં નિશ્ચય કરી આગમ
ઉપર પ્રતીતિ લાવવા યોગ્ય છે. એ પ્રશ્નોત્તરોનું વિશેષ વ્યાખ્યાન
પ્રમાણનિશ્ચયના કથનમાં લખીશું. અહીં અનુમાન દ્વારા
અર્હન્તના સ્વરૂપનો નિર્ણય થશે.
અનુમાન તો ત્યારે થાય કે જ્યારે સાધ્ય – સાધનની
૨વ્યાપ્તિરૂપ સત્ય ૩તર્ક પહેલાં થાય. હવે અહીં
૧. આગમપ્રમાણ = આપ્તના વચનાદિથી ઉત્પન્ન થયેલા જ્ઞાનને
આગમ પ્રમાણ કહે છે.
૨. વ્યાપ્તિ = એકના (સાધનના) હોવાથી બીજાનું (સાધ્યનું) હોવાપણું
અને બીજાના ન હોવાથી એકનું ન હોવાપણું એવા સંબંધને વ્યાપ્તિ
કહે છે. દા.ત. જ્યાં જ્યાં ધૂમાડો (સાધન) હોય ત્યાં ત્યાં અગ્નિ
(સાધ્ય) હોય, જ્યાં જ્યાં અગ્નિ ન હોય ત્યાં ત્યાં ધૂમાડો ન હોય,
એવા અગ્નિ અને ધૂમાડાના સંબંધને વ્યાપ્તિ કહે છે.
૩. તર્ક = અને તે સંબંધના જ્ઞાનને તર્ક કહે છે.