સત્તાસ્વરૂપ ][ ૩૩
૧અસિદ્ધ ૨વિરુદ્ધ, ૩અનૈકાંતિક અને ૪અકિંચિત્કર એ ચાર
દૂષણરહિત ૫અન્યથાનુપપત્તિરૂપ સાધનનો પ્રથમ જ નિર્ણય
કરવો. ત્યાં તમે જે અર્હંતદેવને પૂજો છો – હંમેશાં દર્શન કરો છો
૧. અસિદ્ધ = જે સાધનના અભાવનો નિશ્ચય હોય અથવા તેના
સદ્ભાવમાં સંદેહ હોય તેને અસિદ્ધ હેત્વાભાસ કહે છે, જે
સાધનનો સાધ્ય સાથે સર્વથા અવિનાભાવ ન હોય તેને અસિદ્ધ
સાધન કહે છે. દા.ત. ચક્ષુનો વિષય હોવાથી શબ્દ અનિત્ય છે,
શબ્દ ચક્ષુનો વિષય ન હોવાથી ‘ચક્ષુનો વિષય’ એ સાધન ખરું
નથી.
૨. વિરુદ્ધ = સાધ્યથી વિરુદ્ધ પદાર્થની સાથે સાધનની વ્યાપ્તિને
વિરુદ્ધ હેત્વાભાસ કહે છે. સત્ હોવાથી બધુંય નાશવાન છે.
સાધ્ય જે નાશવાન તેનાથી વિરુદ્ધ જે નિત્ય તેની સાથે સત્ની
વ્યાપ્તિ છે, તેથી ‘સત્’ તે વિરુદ્ધ હેત્વાભાસ છે.
૩. અનૈકાન્તિક = વિપક્ષ (સાધ્યના અભાવવાળું સ્થળ – વસ્તુ)માં
પણ જે મળી આવે તેને અનૈકાંતિક હેત્વાભાસ કહે છે. સાધન
હોવા છતાં કોઈ સ્થળે સાધ્ય દેખાય અને કોઈ સ્થળે સાધ્ય ન
દેખાય એવા સાધનને અનૈકાંતિક હેત્વાભાસ કહે છે. દા.ત. આ
ઓરડામાં ધૂમાડો છે, કેમ કે તેમાં અગ્નિ છે. અગ્નિ હોવા છતાં
ક્યાંક ધૂમાડો હોય છે અને ક્યાંક નથી હોતો, માટે અગ્નિને
અનૈકાંતિક હેત્વાભાસ કહે છે.
૪. અકિંચિત્કર = જે હેતુ સાધ્યની સિદ્ધિ કરવામાં સમર્થ ન હોય
તેને અકિંચિત્કર હેત્વાભાસ કહે છે.
૫. અન્યથાનુપપત્તિ = સાધ્ય વિના ન મળી આવે એવું,
અવિનાભાવી.