૩૪ ]
[ સત્તાસ્વરૂપ
તે માત્ર કુલબુદ્ધિથી જ કરો છો કે લૌકિકપ્રદ્ધતિ વડે જ કરો
છો કે તેમની પ્રતિમા બિરાજે છે તેની આકૃતિ, નાનો – મોટો
આકાર વા વર્ણ ભેદ ઉપર જ તમારી દ્રષ્ટિ છે? અથવા કાંઈ
અર્હંતનું મૂળ સ્વરૂપ પણ ભાસ્યું છે?
ત્યારે તે કહે છે કે – ‘કુલપદ્ધતિમાં પણ તેનું જ નામ
કહેવાય છે, શાસ્ત્રમાં પણ સાંભળ્યું છે કે – ૧અઢારદોષ રહિત,
૨છેંતાલીસ ગુણો સહિત બિરાજમાન, ધ્યાનમુદ્રાના ધારક,
૧. અઢાર દોષ = (૧) જન્મ (૨) જરા (૩) તૃષા (૪) ક્ષુધા (૫)
વિસ્મય (૬) આર્ત (૭) ખેદ (૮) રોગ (૯) શોક (૧૦) મદ
(૧૧) મોહ (૧૨) ભય (૧૩) નિદ્રા (૧૪) ચિંતા (૧૫) સ્વેદ
(૧૬) રાગ (૧૭) દ્વેષ (૧૮) મરણ એ અઢાર દોષ છે.
૨. ૪૬ ગુણો = અતિશય = ચમત્કાર, કોઈ વિશેષ વાત.
જન્મના ૧૦ અતિશય = (૧) મળમૂત્ર રહિત શરીર
(૨) પરસેવો ન થવો (૩) સફેદ લોહી (૪) વજ્રૠષભનારાચ
સંહનન (૫) સમચતુસ્ર સંસ્થાન (૬) અદ્ભૂતરૂપ (૭) અતિ
સુગંધ (૮) ૧૦૦૮ લક્ષણ (૯) અતુલબલ (૧૦) પ્રિયવચન.
કેવલજ્ઞાનના ૧૦ અતિશય = (૧) ઉન્મેષ રહિત નેત્ર
(૨) નખ અને વાળનું ન વધવું (૩) ભોજનનો અભાવ
(૪) વૃદ્ધ ન થવું (૫) છાયા ન પડવી (૬) ચૌમુખ દેખાવું
(૭) સો જોજન સુધી સુભિક્ષ (૮) ઉપસર્ગ અથવા દુઃખ ન
થવું (૯) આકાશ ગમન (૧૦) સમસ્ત વિદ્યામાં નિપુર્ણતા.
દેવકૃત ૧૪ અતિશય = (૧) ભગવાનની અર્ધમાગધી ભાષા ખરવી