સત્તાસ્વરૂપ ][ ૩૫
અનંતચતુષ્ટય સહિત, સમવસરણાદિ લક્ષ્મીથી વિભૂષિત, સ્વર્ગ –
મોક્ષના દાતા તથા દુઃખવિઘ્નાદિના હર્તા (અર્હંત) છે. ઇત્યાદિ
ગુણો શાસ્ત્રોથી સાંભળ્યા છે તથા સ્તોત્રાદિ પાઠો ભણીએ છીએ
તેમાં પણ એ જ વાર્તા કહી છે, તેથી અમે તેનું પૂજન કરીએ
છીએ, દર્શન કરીએ છીએ.’ તેને અમે કહીએ છીએ કે —
તમે એ વાતો કહી તે તો બધી સત્ય છે, પરંતુ તમને
તો એ વાતોનું યુક્તિપૂર્વક જ્ઞાન, આસ્તિક્યતા વા રસરૂપ
સેવકપણું થયું ભાસતું નથી, કારણ કે – તમે કુલપદ્ધતિમાં તેના
જ કહેવાઓ છો તે તો સાચું, પણ તમે જૈની કહેવાઓ છો તેનો
તો આજ અર્થ છે કે – જેને જિનદેવનું જ સેવકપણું હોય તે જૈની,
જેમ પતિવ્રતા સ્ત્રી સુખ – દુઃખાદિ સર્વ અવસ્થામાં પોતાના
(૨) જીવોમાં મિત્રતા (૩) બધી ૠતુના ફળફૂલ ફળવા
(૪) પૃથ્વી દર્પણસમ થવી (૫) સુખદાયક પવન ચાલવો (૬)
સુખપ્રદ વિહાર થવો (૭) પૃથ્વી કાંકરા પથ્થર વગરની થવી (૮)
સુવર્ણ કમલ રચના (૯) પૃથ્વી ધાન્ય પૂર્ણ થવી (૧૦) આકાશ
નિર્મળ (૧૧) દિશાઓ નિર્મળ (૧૨) જયઘોષ (૧૩) ધર્મચક્રનું
ચાલવું (૧૪) સુગંધિત જળની વર્ષા.
પ્રાતિહાર્ય ૮ = વિશેષ મહિમાબોધક ચિહ્ન; અર્હંતના સમવસરણમાં
આઠ પ્રાતિહાર્ય હોય છે. (૧) અશોકવૃક્ષ (૨) સિંહાસન
(૩) ત્રણ છત્ર (૪) ભામંડળ (૫) દિવ્યધ્વનિ (૬) પુષ્પ વૃષ્ટિ
(૭) ચમર ચોસઠ (૮) દુદુંભિ વાજાં વાગવા.
અનંતચતુષ્ટય = (૧) અનંતજ્ઞાન (૨) અનંતદર્શન (૩) અનંતસુખ
(૪) અનંતવીર્ય – એ ચારને અનંતચતુષ્ટય કહે છે.