Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 37 of 103
PDF/HTML Page 49 of 115

 

background image
સત્તાસ્વરૂપ ][ ૩૭
ચૌદ અતિશય, આઠ પ્રાતિહાર્ય અને ચાર અનંતચતુષ્ટય. પણ
અર્હંતદેવ તો સાત પ્રકારના છે
પંચકલ્યાણયુક્ત તીર્થંકર, ત્રણ
કલ્યાણયુક્ત તીર્થંકર, બે કલ્યાણયુક્ત તીર્થંકર, સાતિશય કેવલી,
સામાન્યકેવલી, ઉપસર્ગકેવલી તથા અંતકૃતકેવલી. હવે એ સર્વને
વિષે છેતાલીશ ગુણ કેવી રીતે સંભવે? એ તો કેવલ એક
પંચકલ્યાણકયુક્ત તીર્થંકરમાં જ એ બધા હોય છે. એ સાત
પ્રકારના અર્હંતોનું સ્વરૂપ આ પ્રમાણે છેઃ
૧. જે પૂર્વભવમાં તીર્થંકરપ્રકૃતિ બાંધી તીર્થંકર થાય છે
તેમને તો નિયમથી ગર્ભ, જન્મ, તપ, જ્ઞાન અને નિર્વાણ એ
પાંચે કલ્યાણક થાય છે, તેમને તો છેતાલીશ ગુણો હોવા
સંભવે છે.
૨. જે આ મનુષ્યપર્યાયના જ ભવમાં ગૃહસ્થાવસ્થામાં
જ તીર્થંકરપ્રકૃતિ બાંધે છે તેમને તપ, જ્ઞાન અને નિર્વાણ એ ત્રણ
કલ્યાણક જ થાય છે એટલે તેમને જન્મકલ્યાણકના દશ
અતિશય હોતા નથી માત્ર છત્રીસ ગુણો જ હોય છે.
૩. જે આ મનુષ્યપર્યાયમાં જ મુનિદીક્ષા લીધા પછી
તીર્થંકરપ્રકૃતિ બાંધે છે તેમને જ્ઞાન અને નિર્વાણ એ બે કલ્યાણક
૧. પંચકલ્યાણક = (૧) ગર્ભ (૨) જન્મ (૩) તપ (૪) જ્ઞાન (૫)
નિર્વાણ. આ પાંચ માંગલિક પ્રસંગો ઉપર તીર્થંકરોની વિશેષ
ભક્તિ ઇંદ્રાદિ દેવો કરે છે. આ દરેક માંગલિક કલ્યાણકારક
પ્રસંગને કલ્યાણક કહે છે.