સત્તાસ્વરૂપ ][ ૩૯
વા ધ્યાનમુદ્રા આવી જ છે, વા આવી ધ્યાનમુદ્રા જ શુદ્ધ વા
શુભ ચિંત્વનનો આધાર છે, વા આવી સાચી ધ્યાનમુદ્રા આમને
આવી જ સંભવે છે – અન્યને સંભવતી નથી તથા આવી
ધ્યાનમુદ્રાને હું શા માટે પૂજું છું? એ પ્રયોજન વિચારવું જોઈએ.
એ પ્રમાણે યુક્તિપૂર્વક નિશ્ચય કરી જે પૂજે છે – દર્શન કરે છે,
તેને જ સાચા પ્રયોજનની સિદ્ધિ થાય છે.
વળી, તમે કહ્યું કે – ‘અનંતચતુષ્ટય સહિત બિરાજમાન છે
તેથી તેને પૂજીએ છીએ – દર્શન કરીએ છીએ.’ એ તો સત્ય છે, તે
તો અનંતચતુષ્ટયસહિત બિરાજમાન છે જ તથા શાસ્ત્રોમાં પણ
લખેલ છે જ, પરંતુ તમારે તો તેનો તમારા પોતાના જ્ઞાનમાં નિર્ણય
કરવો હતો? અનંતચતુષ્ટયનું સ્વરૂપ શું છે? તથા તેને વિષે
પૂજ્યપણું કેવી રીતે આવે છે અને તેમને વિષે કેવી રીતે પ્રાપ્ત થાય
છે? વા અનંતચતુષ્ટયસહિતને અમે શા સારૂ પૂજીએ છીએ?
એવો પણ તમે કદી નિશ્ચય કર્યો છે? કે માત્ર લૌકિકપદ્ધતિથી જ
એ વચનો કહીને પૂજો છો? તે તમે સારી રીતે વિચાર કરી જુઓ
કે તેનું તમને કાંઈ જ્ઞાન થયું છે કે નહિ?
વળી, તમે કહ્યું કે – ‘સમવસરણાદિ લક્ષ્મીસંયુક્ત છે’ પણ
ત્યાં પ્રથમ તો સમવસરણાદિ લક્ષ્મી તેમને (પ્રાપ્ત) થઈ છે કે
નહિ એવું પ્રમાણ જોઈએ. તથા ૧સમવસરણમાં શું રચના છે
તે વિશેષ જાણવું જોઈએ વા તે રચના, વીતરાગદેવની નિકટમાં
ઇંદ્રે શા માટે બનાવી? એ રચનાથી સંસાર કેવી રીતે પોષી
૧. સમવસરણ = કેવલજ્ઞાનીની ધર્મસભા.