૪૦ ]
[ સત્તાસ્વરૂપ
શકાય? સમવસરણલક્ષ્મીથી તેમનામાં પૂજ્યપણું કેવી રીતે
આવ્યું? તથા સમવસરણાદિલક્ષ્મી સહિત જાણી અમે તેમને શા
માટે પૂજીએ છીએ? એનો નિશ્ચય કરી પૂજવા યોગ્ય છે.
વળી, સ્વર્ગ – મોક્ષના દાતાર જાણી પૂજાદિક કરો છો
પણ એ સ્વર્ગ – મોક્ષના દાતાર કેવી રીતે છે? જેમ કોઈ દાતાર
કોઈને કાંઈ વસ્તુ આવે છે વા જેમ કોઈને ધનાદિક પેદા
કરવાની સલાહ આપે છે અને તે પોતે તે કાર્યરૂપ પ્રવર્તે ત્યારે
તો તેને ધનાદિકની પ્રાપ્તિ થાય અને ત્યારે જ તે તેમનો ઉપકાર
માનીને કહે કે – આ ધન આપે જ મને આપ્યું;
બીજો એક પ્રકાર આ છે કે – તે જીવ તો અયથાકાર્યરૂપ
ઇચ્છે, જેમ કે મિથ્યાત્વ અભક્ષ્ય અને અન્યાયાદિ કાર્યોમાં પ્રવર્તે
અને તે મંદિરાદિમાં આવે તથા જૂઠાં પૂજા, જાપ, નમસ્કારાદિ
લૌકિક-પદ્ધતિરૂપ કાર્યો કરે છે, તેને જ સ્વર્ગ – મોક્ષની પ્રાપ્તિ
કરી દે છે?
વળી, એક વિવક્ષા આ છે કે – આ જીવ તો અજ્ઞાની છે
પણ તેનાં (જિનદેવનાં) વચનોથી સ્વર્ગ – મોક્ષનો માર્ગ પ્રગટ
થયો તેને જાણી ભવ્યજીવને તે માર્ગ ગ્રહણ કરતાં સ્વર્ગ – મોક્ષની
પ્રાપ્તિ થઈ, તેથી તેમને મોક્ષમાર્ગના દર્શાવવાવાળા ઉપકારી
જાણી સ્વર્ગ – મોક્ષના દાતા કહીએ છીએ.
ત્યાં તમે નયવિવક્ષા સમજી તેમને માર્ગોપદેશક જાણી
પછી ‘‘તેમના કહેલા સાચા મોક્ષમાર્ગને જે ગ્રહણ કરશે તેને
સ્વર્ગ – મોક્ષની પ્રાપ્તિ થશે,’’ એવું જાણી ઉપદેશકનો ઉપકાર