સત્તાસ્વરૂપ ][ ૪૧
સ્મરણ કરી, તેને સ્વર્ગ – મોક્ષના દાતાર કહો તો તમારું કહેવું
સત્ય જ છે. પણ તેમને જ સ્વર્ગ – મોક્ષના દાતાર જાણી પોતે
નિશ્ચિત થઈ સ્વછંદી બની જે પ્રવર્તે છે, તેને શ્રીગોમટ્ટસારજીમાં
૧વિનયમિથ્યાદ્રષ્ટિ કહ્યો છે.
વળી, તમે કહો છો કે – ‘અમે તો ભગવાનને સુખસ્વરૂપ
નિર્ણય કર્યો છે.’ પણ તમે તો સુખનું સ્વરૂપ ભોગસામગ્રીનું
મળવું, નીરોગતા અને ધનાદિકની પ્રાપ્તિ થવી. એને માનો છો
પણ એ સુખ તો ભોજનાદિક, સ્ત્રી આદિક, અન્ય કુદેવાદિક,
રાજ્યાદિક તથા ઔષધ આદિકથી એ થાય છે, પરંતુ વિચાર
કરતાં આકુળતા નહિ મટવાથી એ દુઃખ જ છે પણ જે
સમ્યગ્જ્ઞાનપૂર્વક નિરાકુળતાજન્ય સુખ તેમનાથી થાય છે તે તમને
પ્રતિભાસિત થયું નથી વા તમને તેની ઇચ્છા નથી.
તમે એ દેવની પાસે કેવું સુખ ઇચ્છે છો કે જેથી તેને
કર્તા માની પૂજો છો? જેને તમે સુખ માનો છો તે લૌકિકસુખ
તો તેમના દર્શન કરવાથી – સેવક થવાથી તથા વચનો
સાંભળવાથી થોડું ઘણું તો અવશ્ય પ્રાપ્ત થશે જ. માટે તમારે
સુખનો વા જે સુખના તેઓ દાતાર છે તેનો નિર્ણય કરી પૂજવા
યોગ્ય છે.
જેઓ તેમના કહેલા માર્ગને પૂર્ણ પ્રકારથી ગ્રહણ કરે
છે તે તો સાક્ષાત્ મોક્ષને પ્રાપ્ત થાય છે તથા જેઓ એકદેશથી
૧. વિનયમિથ્યાદ્રષ્ટિ = સાચા તથા ખોટા દેવ – ગુરુ તથા તેમના કહેલા
શાસ્ત્રોમાં સમાનબુદ્ધિ રાખવાવાળાને વિનય મિથ્યાદ્રષ્ટિ કહે છે.