૪૨ ]
[ સત્તાસ્વરૂપ
એ સાચામાર્ગને ગ્રહણ કરે છે, તેમને પુણ્યબંધ થવાથી એ
પુણ્યોદયથી સ્વર્ગને પામે છે.
એ પ્રમાણે જિનદેવ, નિઃશ્રેયસ (મોક્ષ) વા અભ્યુદયરૂપ
(સ્વર્ગાદિરૂપ) સુખને આપવાવાળા છે. વળી તમે દુઃખના હર્તા
વા વિઘ્નના નાશક જાણી જિનદેવને પૂજો છો પણ તમે દુઃખ
વા વિઘ્નનું સ્વરૂપ કેવું માનો છો તે કહો! જો તમે અનિષ્ટ
સામગ્રીને દુઃખનું કારણ માન્યું છે તો એવો નિયમ બતાવો
કે – ‘આ સામગ્રી સુખનું કારણ છે તથા આ સામગ્રી દુઃખનું
કારણ છે.’’ કે જેથી અમે સામગ્રીને જ આધીન સુખ – દુઃખ
માનીએ, પણ વિચાર કરતાં તો એવો નિયમ સર્વથા ભાસશે
નહિ; કારણ કે —
જે સામગ્રી કોઈ કાળમાં, કોઈ જીવને, કોઈ ક્ષેત્રમાં,
કોઈ અવસ્થામાં ઇષ્ટ લાગે છે તે જ સામગ્રી અન્ય
કાલાદિકમાં અનિષ્ટ લાગતી જોવામાં આવે છે, તેથી બાહ્ય
સામગ્રીને આધીન સુખ – દુઃખ માનવું એ ભ્રમ છે. જેમ કોઈ
પુણ્યવાનને અનેક ઇષ્ટસામગ્રી મળી છે છતાં મૂળ દુઃખ
ટળતું નથી, જો એ સામગ્રી મળતાં દુઃખ દૂર થઈ ગયું હોય
તો તે અન્ય સામગ્રી શા માટે અંગીકાર કરે છે? માટે તમે
દુઃખનું સ્વરૂપ અસત્ય માની રાખ્યું છે. સત્યસ્વરૂપ આ
પ્રમાણે છેઃ —
અજ્ઞાનથી ઉત્પન્ન થવાવાળી ઇચ્છા જ નિશ્ચયથી દુઃખ
છે, તે તમને દર્શાવીએ છીએ. આ સંસારી જીવ અનાદિથી