સત્તાસ્વરૂપ ][ ૪૩
આઠકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી જે અવસ્થા તે રૂપ પરિણમે
છે. ત્યાં ભિન્ન પરદ્રવ્ય, સંયોગરૂપ પરદ્રવ્ય, વિભાવ પરિણામ
તથા જ્ઞેય – શ્રુતના જ્ઞાનના ષડ્રૂપ (છ ખંડરૂપ પ્રકારના)
ભાવપર્યાયના ધર્મ તેની સાથે અહંકાર – મમકારરૂપ કલ્પના
કરી, પરદ્રવ્યોને મિથ્યા ઇષ્ટ – અનિષ્ટરૂપ કલ્પી, મોહ – રાગ –
દ્વેષને વશીભૂત થઈ, કોઈ પરદ્રવ્યને તો પોતારૂપ માની લે છે.
(તથા કોઈ પરદ્રવ્યને પરરૂપ માની લે છે). જેને ઇષ્ટરૂપ માની
લે છે તેને ગ્રહણ કરવા ઇચ્છે છે તથા જેને પરરૂપ – અનિષ્ટ
માની લે છે તેને દૂર કરવા ઇચ્છે છે, એ પ્રમાણે આ જીવને
અનાદિકાળથી એક ઇચ્છારૂપ રોગ અંતરંગમાં શક્તિરૂપ
ઉત્પન્ન થયો છે, તેના ચાર ભેદ છે. ૧ મોહઇચ્છા, ૨
કષાયઇચ્છા, ૩ ભોગઇચ્છા, ૪ રોગાભાવઇચ્છા. ત્યાં એ
ચારેમાંથી પ્રવૃત્તિ તો એક કાળમાં એકની જ થાય છે, કોઈ
સમયે કોઈ ઇચ્છાની થયા જ કરે છે.
ત્યાં મૂળ તો મિથ્યાત્વરૂપ મોહભાવ એક સાચા જૈની
વિના સર્વ સંસારી જીવોને હોય છે, એ પ્રવૃત્તિરૂપ ચાર
પ્રકારની ઇચ્છાનું કાર્ય આ પ્રમાણે થાય છેઃ —
પ્રથમ મોહઇચ્છાનું કાર્ય આ પ્રકારથી છે – પોતે તો
કર્મજનિત પર્યાયરૂપ બન્યો રહે, તેમાં જ અહંકાર લાવતો રહે
કે – હું મનુષ્ય છું, તિર્યંચ છું આદિ, એ પ્રમાણે જેવી જેવી
પર્યાય થાય તે તે રૂપ જ પોતે થયો પ્રવર્તે છે, તથા જે
પર્યાયમાં પોતે ઉત્પન્ન થાય છે તે સંબંધી સંયોગરૂપ વા