Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 44 of 103
PDF/HTML Page 56 of 115

 

background image
૪૪ ]
[ સત્તાસ્વરૂપ
ભિન્નરૂપ પરદ્રવ્ય જે હસ્તાદિ અંગરૂપ વા ધન કુટુંબ મંદિર
ગામ આદિને પોતાનાં માની તેને ઉત્પન્ન કરવા માટે વા સંબંધ
કાયમ બન્યો રાખવા માટે ઉપાય કરવા ઇચ્છે છે, તથા એ
સંબંધ થઈ જતાં સુખી થઈ મગ્ન થવું વા તેના વિયોગમાં
દુઃખી થવું
શોક કરવો અથવા એવો વિચાર આવે કે મારે કોઈ
આગળપાછળ નથી, ઇત્યાદિરૂપ આકુલતા થવી તેનું નામ
મોહઇચ્છા છે.
વળી, કોઈ પરદ્રવ્યને અનિષ્ટ માની તેને અન્યથા
પરિણમાવવાની, તેને બગાડવાની તથા તેની સત્તાને નાશ
કરવાની ઇચ્છા તે ક્રોધ છે. કોઈ પરદ્રવ્યનું ઉચ્ચપણું અણગમતું
લાગે વા પોતાનું ઉચ્ચપણું પ્રગટ થવા માટે પરદ્રવ્યની સાથે દ્વેષ
કરીને, તેને અન્યથા પરિણમાવવાની ઇચ્છા થાય તેનું નામ માન
છે. કોઈ પરદ્રવ્યને ઇષ્ટ માનીને તેને ઉત્પન્ન કરવા અર્થે સંબંધ
બન્યો રાખવા અર્થે વા વિઘ્ન દૂર કરવા અર્થે જે છલકપટરૂપ
ગુપ્ત કાર્ય કરવાની ઇચ્છા થવી તેને માયા કહે છે, તથા અન્ય
કોઈ પરદ્રવ્યને ઇષ્ટ કલ્પી તેનાથી સંબંધ મેળવવાની વા તેનો
સંબંધ રાખવાની ઇચ્છા થવી તે લોભ છે. એ ચારે પ્રકારની
પ્રવૃત્તિનું નામ કષાયઇચ્છા છે.
પાંચઇંદ્રિયોને વ્હાલા લાગવાવાળાં જે પરદ્રવ્યો, તેને
રતિરૂપ ભોગવવાની ઇચ્છા થવી તેનું નામ ભોગઇચ્છા છે
તથાઃ
ભૂખતરસ, શીતઉષ્ણ આદિ વા કામવિકાર આદિને