સત્તાસ્વરૂપ ][ ૪૫
મટાડવા માટે અન્ય પરદ્રવ્યોના સંબંધની ઇચ્છા થવી, તેનું નામ
રોગાભાવઇચ્છા છે.
એ પ્રમાણે ચાર પ્રકારની ઇચ્છા છે, તેમાં (એક કાળમાં)
કોઈ એક જ ઇચ્છાની પ્રબલતા રહે છે અને બાકીની ત્રણ
ઇચ્છાઓની ગૌણતા રહે છે. જેમ – મોહ ઇચ્છા પ્રબલ થાય તો
પુત્રાદિકના માટે પોતે પરદેશ જાય, ત્યાં ભૂખ – તરસ અને ટાઢ –
તપ આદિનું દુઃખ સહન કરે, પોતે ભૂખ્યો રહે, પોતાનું માન –
મદ ગુમાવીને પણ કાર્ય કરે છે, પોતાનાં અપમાનાદિક કરાવે
છે, છલ આદિ કરે છે તથા ધનાદિ ખર્ચ કરે છે, એ પ્રમાણે
મોહઇચ્છા પ્રબલ રહેતાં કષાયઇચ્છા ગૌણ રહે છે.
પોતાના હિસ્સાનું ભોજન, વસ્ત્રાદિક પુત્રાદિક કુટુંબીઓને
સારાં સારાં લાવીને આપે છે, પોતાને સૂક્કો – વાસી ખોરાક મળે
તો પણ ખુશ રહે છે તથા જે તે પ્રકારથી પોતાના ભાગને પણ
જબરજસ્તીથી આપીને તેમને ખુશ રાખવા ઇચ્છે છે, એ પ્રમાણે
ભોગઇચ્છાની પણ ગૌણતા રહે છે.
વળી, પોતાના શરીરાદિમાં રોગાદિ કષ્ટ આવતાં પણ
પુત્રાદિકના માટે પરદેશ જાય છે ત્યાં ભૂખ – તરસ – ટાઢ – તાપ
આદિની અનેક બાધાઓ સહન કરે છે, પોતે ભૂખ્યો રહીને પણ
તેમને ભોજનાદિક ખવડાવે છે, પોતે શીતકાળમાં પણ ભીનાં –
ખરડાયેલાં શયન કરીને પણ તેમને સૂકા અને કોમળ બિસ્ત્રામાં
(પથારીમાં) સુવાડે છે, એ પ્રમાણે રોગભાવઇચ્છા ગૌણ રહે છે.
એ પ્રમાણે મોહઇચ્છાની પ્રબલતા થાય છે.