Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 46 of 103
PDF/HTML Page 58 of 115

 

background image
૪૬ ]
[ સત્તાસ્વરૂપ
કષાયઇચ્છાની પ્રબલતા થતાં પિતાઆદિ ગુરુજનોને
મારવા લાગી જાય છે, કુવચન કહેવા લાગે છે, તેમને નીચા
પાડી દે છે, પુત્રાદિકને મારે છે, બડાઈ કરે છે, તેમને વેચી
દે છે, અપમાનાદિક કરે છે, પોતાના શરીરને પણ કષ્ટ આપીને
ધનાદિકનો સંગ્રહ કરે છે તથા કષાયના વશીભૂત થઈને પોતાના
પ્રાણ સુધી પણ આપી દે છે, ઇત્યાદિ એ પ્રમાણે કષાયઇચ્છા
પ્રબલ થતાં મોહઇચ્છા ગૌણ થઈ જાય છે.
ક્રોધકષાય પ્રબલ થતાંસારાં ભોજનાદિક ખાતો નથી,
વસ્ત્રાભરણાદિ પહેરતો નથી, સુગંધઆદિ સૂંઘતો નથી, સુંદર
વર્ણાદિક દેખતો નથી,
સુરીલા રાગરાગણી આદિ સાંભળતો
નથી, ઇત્યાદિ વિષયસામગ્રીને બગાડી દે છેનષ્ટ કરી દે છે,
અન્યનો ઘાત કરી દે છે તથા ન બોલવાયોગ્ય નિંદ્યવાક્યો
પણ બોલે છે, ઇત્યાદિક કાર્ય કરે છે. માનકષાય તીવ્ર થતાં
પોતાને ઉચ્ચ થવાનો તથા અન્યને નીચા પાડવાનો ઉપાય
હંમેશા બન્યો રાખે છે, પોતે સારાં ખાણાં લેવા છતાં, સુંદર
વસ્ત્રો પહેરવા છતાં, સુગંધ સૂંઘવા છતાં, સારા વર્ણો જોવા
છતાં, સુરીલા રાગ સાંભળવા છતાં તેમાં પોતાના ઉપયોગને
લગાવતો નથી, તેનું કદી ચિંતવન કરતો નથી તથા પોતાને તે
ચીજો કદી વ્હાલી પણ લાગતી નથી, માત્ર વિવાહાદિ આવતાં
વા મોસાળાદિકના સમયમાં પોતાને એક ઉંચો રાખવા માટે
અનેક ઉપાય કરે છે. લોભકષાય તીવ્ર થતાં
સારાં ભોજન
૧. સુરીલા = મધુર સુરવાળા.