૪૮ ]
[ સત્તાસ્વરૂપ
કપટાઈ કરીને પણ, દુઃખો ભોગવીને પણ કાર્ય સિદ્ધ કરવા
ઇચ્છે છે તથા ભોગઇચ્છાની પ્રાપ્તિ માટે ધનાદિક પણ ખર્ચે
છે, એ પ્રમાણે ભોગઇચ્છા પ્રબલ થતાં કષાયઇચ્છા ગૌણ થઈ
જાય છે.
સારું ખાવું, પહેરવું, સૂંઘવું, દેખવું અને સાંભળવું
આદિ કાર્ય હોવા છતાં રોગાદિકનું થવું ભૂખ – તરસ આદિ
કાર્યો પ્રત્યક્ષ ઉત્પન્ન થતાં જાણવા છતાં પણ તે વિષય
સામગ્રીથી અરુચિ થતી નથી; જેમ કે – સ્પર્શન – ઇંદ્રિયની પ્રબલ
ઇચ્છાના વશ થઈ હાથી ખાડામાં પડે છે. રસના ઇંદ્રિયના વશ
થઈ માછલી કાંટામાં ભરાઈ મરે છે. ઘ્રાણઇંદ્રિયના વશ થઈ
ભમરો કમળમાં જીવન ગુમાવે છે, કર્ણઇંદ્રિયના વશ થઈ મૃગ
શિકારીની ગોળીથી મરે છે તથા નેત્રઇંદ્રિયના વશ થઈ પતંગ
દીપકમાં પ્રાણ હોમે છે. એ પ્રમાણે ભોગઇચ્છા પ્રબલ થતાં
રોગાભાવઇચ્છા ગૌણ થઈ જાય છે.
વળી, જ્યારે રોગાભાવઇચ્છા પ્રબલ થાય છે ત્યારે
કુટુંબાદિકને છોડી દે છે, મંદિર – મકાન, પુત્રઆદિને પણ વેચી
દે છે, ઇત્યાદિ રોગની તીવ્રતા થતાં મોહ ઉત્પન્ન થવાથી
કુટુંબાદિ સંબંધીઓમાંથી પણ મોહનો સંબંધ છૂટી જાય છે તથા
અન્યથા પરિણમે છે. એ પ્રમાણે રોગાભાવઇચ્છા પ્રબલ થતાં
મોહઇચ્છા ગૌણ થઈ જાય છે. તથાઃ —
કોઈ બૂરા કહો અને અપમાનાદિક કરો છતાં પણ
અનેક છલપાખંડ કરીને વા ધનનું ખર્ચ કરીને પણ પોતાના