સત્તાસ્વરૂપ ][ ૪૯
રોગને મટાડવા ઇચ્છે છે, એ પ્રમાણે રોગાભાવઇચ્છા પ્રબલ
થતાં કષાયઇચ્છા ગૌણ થઈ જાય છે.
વળી ભૂખ લાગે, તરસ લાગે, શીતતા લાગે, ગરમી લાગે
તથા પીડા ઇત્યાદિ રોગ ઉત્પન્ન થઈ જાય ત્યારે સારી
-નરસી, મીઠી – ખારી અને ખાદ્ય – અખાદ્યનો પણ વિચાર કરતો
નથી, બૂરી અખાદ્ય વસ્તુને ભક્ષણ કરીને પણ રોગ મટાડવા
ઇચ્છે છે. જેમ પથ્થર વા વાડના કાંટા વગેરે ખાઈને પણ ભૂખ
મટાડવા ઇચ્છે છે, એ પ્રમાણે રોગાભાવઇચ્છા થતાં ભોગઇચ્છા
ગૌણ થઈ જાય છે.
એવી રીતે એક કાળમાં એક ઇચ્છાની મુખ્યતા રહે છે
અને અન્ય ઇચ્છાની ગૌણતા થઈ જાય છે, પરંતુ મૂળમાં તો
ઇચ્છા નામનો રોગ સદાય કાયમ રહે છે.
જેને નવીન નવીન વિષયોની ઇચ્છા છે તેને દુઃખ,
સ્વભાવથી જ થાય છે, જો દુઃખ મટી ગયું હોય તો તે નવીન
વિષયો અર્થે વ્યાપાર શા સારું કરે? એ જ વાત શ્રી
પ્રવચનસારમાં કહી છે કેઃ —
✽
जेसिं विसयेसु रदी तेसिं दुक्खं वियाण सब्भावं ।
जइ तं ण हि सब्भावं वावारो णत्थि विसयत्थं ।।६४।।
(શ્રી પ્રવચનસાર – અધિ – ૧)
✽અર્થ : — જે જીવોને ઇન્દ્રિયવિષયોમાં પ્રીતિ છે તેમને દુઃખ
સ્વાભાવિક જ જાણ; કારણ કે જો તેમને સ્વાભાવિક દુઃખ ન
હોય તો તેમને વિષય સેવન અર્થે વ્યાપાર પણ ન હોય.