Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 50 of 103
PDF/HTML Page 62 of 115

 

background image
૫૦ ]
[ સત્તાસ્વરૂપ
અર્થ :જેમ રોગીને એક ઔષધિ ખાવાથી આરામ
થઈ જાય તો તે બીજી ઔષધિનું સેવન શા માટે કરે? તે
જ પ્રમાણે એક વિષયસામગ્રી પ્રાપ્ત થતાં જ દુઃખ મટી જાય
તો તે બીજી વિષયસામગ્રી શા માટે ઇચ્છે? કારણ કે ઇચ્છા
તો રોગ છે અને એ ઇચ્છા મટાડવાનો ઇલાજ વિષયસામગ્રી
છે, હવે એક પ્રકારની વિષયસામગ્રીની પ્રાપ્તિથી એક પ્રકારની
ઇચ્છા દબાય છે, પરંતુ તૃષ્ણા
ઇચ્છા નામનો રોગ તો
અંતરંગમાંથી મટતો જ નથી, તેથી બીજી અન્ય પ્રકારની
ઇચ્છા વળી ઉપજી આવે છે. એ પ્રમાણે સામગ્રી મળતાં
મળતાં આયુષ્ય પૂર્ણ થઈ જાય છે અને ઇચ્છા તો બરાબર
ત્યાં સુધી કાયમ જ લાગી રહે છે. ત્યાર પછી બીજી પર્યાય
પામે છે ત્યારે તે પર્યાય સંબંધી ત્યાંનાં કાર્યોની નવીન ઇચ્છા
ઉત્પન્ન થાય છે, એ પ્રમાણે સંસારમાં દુઃખી થયો થકો ભ્રમણ
કરે છે.
વળી, અનિષ્ટસામગ્રીના સંયોગના કારણોને તથા
ઇષ્ટસામગ્રીના વિયોગના કારણોને વિઘ્ન માનો છો પણ તમે
કાંઈ (એનો) વિચાર સન્મુખ થઈને કર્યો છે? જો એ જ
વિઘ્ન હોય તો મુનિ આદિ ત્યાગી-તપસ્વી તો એ કાર્યોને
અંગીકાર કરે છે, માટે વિઘ્નનું મૂળ કારણ અજ્ઞાન
રાગાદિક
જ છે; એ પ્રમાણે દુઃખ વા વિઘ્નનું સ્વરૂપ જાણ. તથા તેનો
ઇલાજ સમ્યગ્દર્શન
જ્ઞાનચારિત્ર છે તેના સ્વરૂપનો ઉપદેશ
આપી પ્રવૃત્તિ કરાવવાવાળા શ્રીઅર્હંતદેવાધિદેવ છે. એ પ્રમાણે