Sattasvarup (Gujarati).

< Previous Page   Next Page >


Page 51 of 103
PDF/HTML Page 63 of 115

 

background image
સત્તાસ્વરૂપ ][ ૫૧
દુઃખ વા વિઘ્નના હર્તા જાણી તેમને પૂજવા યોગ્ય છે. પણ
કદાચિત્ તમે તેમને વિષયસુખના કર્તા તથા રોગાદિક વિઘ્નના
હર્તા જાણી પૂજશો તો એ કાર્યો તો પૂર્વોપાર્જિત કર્મોને
આધીન છે, તેથી તમને જિનદેવને પૂજવા છતાં પણ એ
લૌકિક દુઃખ
વિઘ્ન આદિ અશાતાના ઉદયથી તો થાય છે,
હવે એવી હાલતમાં તમને જિનદેવની આસ્તિક્યતા કયા
પ્રયોજનના આશ્રયે ટકશે તે બતાવો? માટે સર્વથી પહેલાં
દુઃખ વા વિઘ્નનું સ્વરૂપ નિશ્ચય કરી પછી એ પ્રયોજનના અર્થ
પૂજવા યોગ્ય છે, એમ તમે શાસ્ત્ર અનુસાર ગુણનું વર્ણન કરો
છો, પરંતુ તમને ગુણોનું વા ગુણધારક ગુણીનું સાચું સ્વરૂપ
જ્ઞાનમાં તો નિશ્ચય થયું નથી, માટે પહેલાં તેનું સ્વરૂપ નિશ્ચય
કરી સેવક બનવું યોગ્ય છે.
પ્રશ્નઃઅર્હંતદેવનું સાચું સ્વરૂપ શું છે તે કહો?
ઉત્તરઃનિશ્ચયરૂપ અંતરંગલક્ષણ તો કેવલજ્ઞાન
વીતરાગતાદિપણું છે તથા બાહ્યલક્ષણ સ્વયં જીવાદિપદાર્થોનું
સાચું મૂળ વક્તાપણું છે એ કેવલજ્ઞાન
વીતરાગપણાનું આ
સામર્થ્ય છે. વળી સાચું મૂળ વક્તાપણું છે તે કેવલજ્ઞાન
વીતરાગપણાનું સામર્થ્ય છે તથા સાચા મૂળ વક્તાપણાનું
યુક્તિથી પ્રત્યક્ષ અને વચનના અવિરુદ્ધપણાથી સમર્થન થાય
છે. માટે જેને તેમના વચનમાં યુક્તિથી, પ્રત્યક્ષથી અવિરુદ્ધપણું
સાચું ભાસ્યું છે તેને જ તેમનું કેવલજ્ઞાનપણું તથા વીતરાગપણું
નિર્દોષ ભાસ્યું છે, એમ જાણવું.