શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
ઘનઘાતિકર્મ વિહીન ને ચોત્રીશ અતિશય યુક્ત છે,
કૈવલ્યજ્ઞાનાદિક પરમગુણ યુક્ત શ્રી અર્હંત છે. ૭૧.
છે અષ્ટ કર્મ વિનષ્ટ, અષ્ટ મહાગુણે સંયુક્ત છે,
શાશ્વત, પરમ ને લોક-અગ્રવિરાજમાન શ્રી સિદ્ધ છે. ૭૨.
પરિપૂર્ણ પંચાચારમાં, વળી ધીર ગુણગંભીર છે,
પંચેન્દ્રિગજના દર્પદલને દક્ષ શ્રી આચાર્ય છે. ૭૩.
રત્નત્રયે સંયુક્ત ને નિઃકાંક્ષભાવથી યુક્ત છે,
જિનવરકથિત અર્થોપદેશે શૂર શ્રી ઉવઝાય છે. ૭૪.
નિર્ગ્રંથ છે, નિર્મોહ છે, વ્યાપારથી પ્રવિમુક્ત છે,
ચૌવિધ આરાધન વિષે નિત્યાનુરક્ત શ્રી સાધુ છે. ૭૫.
આ ભાવનામાં જાણવું ચારિત્ર નય વ્યવહારથી;
આના પછી ભાખીશ હું ચારિત્ર નિશ્ચયનય થકી. ૭૬.
✽
૫. પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર
નારક નહીં, તિર્યંચ-માનવ-દેવપર્યય હું નહીં;
કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. ૭૭.
હું માર્ગણાસ્થાનો નહીં, ગુણસ્થાન-જીવસ્થાનો નહીં;
કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. ૭૮.
હું બાળ-વૃદ્ધ-યુવાન નહિ, હું તેમનું કારણ નહીં;
કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. ૭૯.
હું રાગ-દ્વેષ ન, મોહ નહિ, હું તેમનું કારણ નહીં;
કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. ૮૦.
શ્રી નિયમસાર-પદ્યાનુવાદ ]
[ ૯૧