શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
હું ક્રોધ નહિ, નહિ માન, તેમ જ લોભ-માયા છું નહીં;
કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. ૮૧.
આ ભેદના અભ્યાસથી માધ્યસ્થ થઈ ચારિત બને;
પ્રતિક્રમણ આદિ કહીશ હું ચારિત્રદ્રઢતા કારણે. ૮૨.
રચના વચનની છોડીને, રાગાદિભાવ નિવારીને,
જે જીવ ધ્યાવે આત્મને, તે જીવને પ્રતિક્રમણ છે. ૮૩.
છોડી સમસ્ત વિરાધના, આરાધનામાં જે રહે,
તે પ્રતિક્રમણ કહેવાય છે, પ્રતિક્રમણમયતા કારણે. ૮૪.
જે છોડી અણ-આચારને, આચારમાં સ્થિરતા કરે,
તે પ્રતિક્રમણ કહેવાય છે, પ્રતિક્રમણમયતા કારણે. ૮૫.
પરિત્યાગી જે ઉન્માર્ગને, જિનમાર્ગમાં સ્થિરતા કરે,
તે પ્રતિક્રમણ કહેવાય છે, પ્રતિક્રમણમયતા કારણે. ૮૬.
જે સાધુ છોડી શલ્યને, નિઃશલ્યભાવે પરિણમે,
તે પ્રતિક્રમણ કહેવાય છે, પ્રતિક્રમણમયતા કારણે. ૮૭.
જે સાધુ છોડી અગુપ્તિભાવ, ત્રિગુપ્તિગુપ્તપણે રહે,
તે પ્રતિક્રમણ કહેવાય છે, પ્રતિક્રમણમયતા કારણે. ૮૮.
તજી આર્ત તેમ જ રૌદ્રને, ધ્યાવે ધરમને, શુક્લને
તે પ્રતિક્રમણ કહેવાય છે, જિનવરકથિત સૂત્રો વિષે. ૮૯.
મિથ્યાત્વ-આદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે;
સમ્યક્ત્વ-આદિક ભાવ રે! ભાવ્યા નથી પૂર્વે જીવે. ૯૦.
નિઃશેષ મિથ્યાજ્ઞાન-દર્શન-ચરણને પરિત્યાગીને,
સુજ્ઞાન-દર્શન-ચરણ ભાવે, જીવ તે પ્રતિક્રમણ છે. ૯૧.
૯૨ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય