શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
આત્મા જ ઉત્તમ-અર્થ છે, તત્રસ્થ મુનિ કર્મો હણે;
તે કારણે બસ ધ્યાન ઉત્તમ-અર્થનું પ્રતિક્રમણ છે. ૯૨.
રહી ધ્યાનમાં તલ્લીન, છોડે સાધુ દોષ સમસ્તને;
તે કારણે બસ ધ્યાન સૌ અતિચારનું પ્રતિક્રમણ છે. ૯૩.
પ્રતિક્રમણનામક સૂત્રમાં જ્યમ વર્ણવ્યું પ્રતિક્રમણને
ત્યમ જાણી ભાવે ભાવના, તેને તદા પ્રતિક્રમણ છે. ૯૪.
૬. નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
પરિત્યાગી જલ્પ સમસ્તને, ભાવી શુભાશુભ વારીને,
જે જીવ ધ્યાવે આત્મને, પચખાણ છે તે જીવને. ૯૫.
કેવલદરશ, કેવલવીરજ, કૈવલ્યજ્ઞાનસ્વભાવી છે,
વળી સૌખ્યમય છે જેહ તે હું — એમ જ્ઞાની ચિંતવે. ૯૬.
નિજભાવને છોડે નહીં, પરભાવ કંઈ પણ નવ ગ્રહે,
જાણે-જુએ જે સર્વ, તે હું — એમ જ્ઞાની ચિંતવે. ૯૭.
પ્રકૃતિ-સ્થિતિ-પરદેશ-અનુભવબંધ વિરહિત જીવ જે
છું તે જ હું — ત્યમ ભાવતો, તેમાં જ તે સ્થિરતા કરે. ૯૮.
પરિવર્જું છું હું મમત્વ, નિર્મમ ભાવમાં સ્થિત હું રહું;
અવલંબું છું મુજ આત્મને, અવશેષ સર્વ હું પરિહરું. ૯૯.
મુજ જ્ઞાનમાં આત્મા ખરે, દર્શન-ચરિતમાં આતમા,
પચખાણમાં આત્મા જ, સંવર-યોગમાં પણ આતમા. ૧૦૦.
શ્રી નિયમસાર-પદ્યાનુવાદ ]
[ ૯૩