શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
કાયાદિ પરદ્રવ્યો વિષે સ્થિરભાવ છોડી આત્મને
ધ્યાવે વિકલ્પવિમુક્ત, કાયોત્સર્ગ છે તે જીવને. ૧૨૧.
✽
૯. પરમ-સમાધિ અધિકાર
વચનોચ્ચરણકિરિયા તજી, વીતરાગ નિજ પરિણામથી
ધ્યાવે નિજાત્મા જેહ, પરમ સમાધિ તેને જાણવી. ૧૨૨.
સંયમ, નિયમ ને તપ થકી, વળી ધર્મ-શુક્લધ્યાનથી,
ધ્યાવે નિજાત્મા જેહ, પરમ સમાધિ તેને જાણવી. ૧૨૩.
વનવાસ વા તનક્લેશરૂપ ઉપવાસ વિધવિધ શું કરે?
રે! મૌન વા પઠનાદિ શું કરે સામ્યવિરહિત શ્રમણને? ૧૨૪.
સાવદ્યવિરત, ત્રિગુપ્ત છે, ઇન્દ્રિયસમૂહ નિરુદ્ધ છે,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૫.
સ્થાવર અને ત્રસ સર્વ ભૂતસમૂહમાં સમભાવ છે,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૬.
સંયમ, નિયમ ને તપ વિષે આત્મા સમીપ છે જેહને,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૭.
નહિ રાગ અથવા દ્વેષરૂપ વિકાર જન્મે જેહને,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૮.
જે નિત્ય વર્જે આર્ત તેમ જ રૌદ્ર બન્ને ધ્યાનને,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૯.
જે નિત્ય વર્જે પુણ્ય તેમ જ પાપ બન્ને ભાવને,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૩૦.
૯૬ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય