શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
અવિકૃતિકરણ તેને કહ્યું જે ભાવતાં માધ્યસ્થને,
ભાવે વિમળગુણધામ કર્મવિભક્ત આતમરામને. ૧૧૧.
ત્રણ લોક તેમ અલોકના દ્રષ્ટા કહે છે ભવ્યને,
— મદમાનમાયાલોભવર્જિત ભાવ ભાવવિશુદ્ધિ છે. ૧૧૨.
✽
૮. શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર
વ્રત, સમિતિ, સંયમ, શીલ, ઇન્દ્રિયરોધરૂપ છે ભાવ જે
તે ભાવ પ્રાયશ્ચિત્ત છે, જે અનવરત કર્તવ્ય છે. ૧૧૩.
ક્રોધાદિ નિજ ભાવો તણા ક્ષય આદિની જે ભાવના
ને આત્મગુણની ચિંતના નિશ્ચયથી પ્રાયશ્ચિત્તમાં. ૧૧૪.
જીતે ક્ષમાથી ક્રોધને, નિજ માર્દવેથી માનને,
આર્જવ થકી માયા ખરે, સંતોષ દ્વારા લોભને. ૧૧૫.
ઉત્કૃષ્ટ નિજ અવબોધને વા જ્ઞાનને વા ચિત્તને
ધારણ કરે છે નિત્ય, પ્રાયશ્ચિત્ત છે તે સાધુને. ૧૧૬.
બહુ કથન શું કરવું? અરે! સૌ જાણ પ્રાયશ્ચિત્ત તું,
નાનાકરમક્ષયહેતુ ઉત્તમ તપચરણ ૠષિરાજનું. ૧૧૭.
રે ! ભવ અનંતાનંતથી અર્જિત શુભાશુભ કર્મ જે
તે નાશ પામે તપ થકી; તપ તેથી પ્રાયશ્ચિત્ત છે. ૧૧૮.
આત્મસ્વરૂપ અવલંબનારા ભાવથી સૌ ભાવને
ત્યાગી શકે છે જીવ, તેથી ધ્યાન તે સર્વસ્વ છે. ૧૧૯.
છોડી શુભાશુભ વચનને, રાગાદિભાવ નિવારીને,
જે જીવ ધ્યાવે આત્મને, તેને નિયમથી નિયમ છે. ૧૨૦.
શ્રી નિયમસાર-પદ્યાનુવાદ ]
[ ૯૫