Shastra Swadhyay (Gujarati). 12. shuddhopayog adhikAr.

< Previous Page   Next Page >

Download pdf file of shastra: http://samyakdarshan.org/DwS
Tiny url for this page: http://samyakdarshan.org/GdMqd3I

Page 99 of 214
PDF/HTML Page 111 of 226

 

Hide bookmarks
background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
પ્રતિક્રમણ આદિ ક્રિયાચરણ નિશ્ચય તણુંકરતો રહે,
તેથી શ્રમણ તે વીતરાગ ચરિત્રમાં આરૂઢ છે. ૧૫૨.
રે ! વચનમય પ્રતિક્રમણ, નિયમો, વચનમય પચખાણ જે,
જે વચનમય આલોચના, સઘળુંય તે સ્વાધ્યાય છે. ૧૫૩.
કરી જો શકે, પ્રતિક્રમણ આદિ ધ્યાનમય કરજે અહો!
કર્તવ્ય છે શ્રદ્ધા જ, શક્તિવિહીન જો તું હોય તો. ૧૫૪.
પ્રતિક્રમણ-આદિ સ્પષ્ટ પરખી જિન-પરમસૂત્રો વિષે,
મુનિએ નિરંતર મૌનવ્રત સહ સાધવું નિજ કાર્યને. ૧૫૫.
છે જીવ વિધવિધ, કર્મ વિધવિધ, લબ્ધિ છે વિધવિધ અરે !
તે કારણે નિજપરસમય સહ વાદ પરિહર્તવ્ય છે. ૧૫૬.
નિધિ પામીને જન કોઈ નિજ વતને રહી ફળ ભોગવે,
ત્યમ જ્ઞાની પરજનસંગ છોડી જ્ઞાનનિધિને ભોગવે. ૧૫૭.
સર્વે પુરાણ જનો અહો એ રીત આવશ્યક કરી,
અપ્રમત્ત આદિ સ્થાનને પામી થયા પ્રભુ કેવળી. ૧૫૮.
૧૨. શુદ્ધોપયોગ અધિકાર
જાણે અને દેખે બધું પ્રભુ કેવળી વ્યવહારથી;
જાણે અને દેખે સ્વને પ્રભુ કેવળી નિશ્ચય થકી. ૧૫૯.
જે રીત તાપ-પ્રકાશ વર્તે યુગપદે આદિત્યને,
તે રીત દર્શન-જ્ઞાન યુગપદ હોય કેવળજ્ઞાનીને. ૧૬૦.
દર્શન પ્રકાશક આત્મનું, પરનું પ્રકાશક જ્ઞાન છે,
નિજપરપ્રકાશક જીવ,એ તુજ માન્યતા અયથાર્થ છે. ૧૬૧.
શ્રી નિયમસાર-પદ્યાનુવાદ ]
[ ૯૯