શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
૧૧. નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
નથી અન્યવશ જે જીવ, આવશ્યક કરમ છે તેહને;
આ કર્મનાશનયોગને નિર્વાણમાર્ગ કહેલ છે. ૧૪૧.
વશ જે નહીં તે ‘અવશ’, ‘આવશ્યક’ અવશનું કર્મ છે;
તે યુક્તિ અગર ઉપાય છે, અશરીર તેથી થાય છે. ૧૪૨.
વર્તે અશુભ પરિણામમાં, તે શ્રમણ છે વશ અન્યને;
તે કારણે આવશ્યકાત્મક કર્મ છે નહિ તેહને. ૧૪૩.
સંયત રહી શુભમાં ચરે, તે શ્રમણ છે વશ અન્યને;
તે કારણે આવશ્યકાત્મક કર્મ છે નહિ તેહને. ૧૪૪.
જે ચિત્ત જોડે દ્રવ્ય-ગુણ-પર્યાયની ચિંતા વિષે,
તેનેય મોહવિહીન શ્રમણો અન્યવશ ભાખે અરે! ૧૪૫.
પરભાવ છોડી, આત્મને ધ્યાવે વિશુદ્ધસ્વભાવને,
છે આત્મવશ તે સાધુ, આવશ્યક કરમ છે તેહને. ૧૪૬.
આવશ્યકાર્થે તું નિજાત્મસ્વભાવમાં સ્થિરતા કરે;
તેનાથી સામાયિક તણો ગુણ પૂર્ણ થાયે જીવને. ૧૪૭.
આવશ્યકે વિરહિત શ્રમણ ચારિત્રથી પ્રભ્રષ્ટ છે;
તેથી યથોક્ત પ્રકાર આવશ્યક કરમ કર્તવ્ય છે. ૧૪૮.
આવશ્યકે સંયુક્ત યોગી અંતરાત્મા જાણવો;
આવશ્યકે વિરહિત શ્રમણ બહિરંગ આત્મા જાણવો. ૧૪૯.
જે બાહ્ય-અંતર જલ્પમાં વર્તે, અરે! બહિરાત્મ છે;
જલ્પો વિષે વર્તે નહીં, તે અંતરાત્મા જીવ છે. ૧૫૦.
વળી ધર્મશુક્લધ્યાનપરિણત અંતરાત્મા જાણજે;
ને ધ્યાનવિરહિત શ્રમણને બહિરંગ આત્મા જાણજે. ૧૫૧.
૯૮ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય