શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
પરને જ જાણે જ્ઞાન તો દ્રગ જ્ઞાનથી ભિન્ન જ ઠરે,
દર્શન નથી પરદ્રવ્યગત — એ માન્યતા તુજ હોઈને. ૧૬૨.
પરને જ જાણે જીવ તો દ્રગ જીવથી ભિન્ન જ ઠરે,
દર્શન નથી પરદ્રવ્યગત — એ માન્યતા તુજ હોઈને. ૧૬૩.
વ્યવહારથી છે પરપ્રકાશક જ્ઞાન, તેથી દ્રષ્ટિ છે;
વ્યવહારથી છે પરપ્રકાશક જીવ, તેથી દ્રષ્ટિ છે. ૧૬૪.
નિશ્ચયનયે છે નિજપ્રકાશક જ્ઞાન, તેથી દ્રષ્ટિ છે;
નિશ્ચયનયે છે નિજપ્રકાશક જીવ, તેથી દ્રષ્ટિ છે. ૧૬૫.
પ્રભુ કેવળી દેખે નિજાત્માને, ન લોકાલોકને,
— જો કોઈ ભાખે એમ તો તેમાં કહો શો દોષ છે? ૧૬૬.
મૂર્તિક-અમૂર્તિક ચેતનાચેતન સ્વપર સૌ દ્રવ્યને
જે દેખતો તેને અતીન્દ્રિય જ્ઞાન છે, પ્રત્યક્ષ છે. ૧૬૭.
વિધવિધ ગુણો ને પર્યયો સંયુક્ત દ્રવ્ય સમસ્તને
દેખે ન જે સમ્યક્ પ્રકાર, પરોક્ષ દ્રષ્ટિ તેહને. ૧૬૮.
પ્રભુ કેવળી જાણે ત્રિલોક-અલોકને, નહિ આત્મને,
— જો કોઈ ભાખે એમ તો તેમાં કહો શો દોષ છે? ૧૬૯.
છે જ્ઞાન જીવસ્વરૂપ, તેથી જીવ જાણે જીવને;
જીવને ન જાણે જ્ઞાન તો એ જીવથી જુદું ઠરે! ૧૭૦.
રે! જીવ છે તે જ્ઞાન છે, ને જ્ઞાન છે તે જીવ છે;
તે કારણે નિજપરપ્રકાશક જ્ઞાન તેમ જ દ્રષ્ટિ છે. ૧૭૧.
જાણે અને દેખે છતાં ઇચ્છા ન કેવળીજિનને;
ને તેથી ‘કેવળજ્ઞાની’ તેમ ‘અબંધ’ ભાખ્યા તેમને. ૧૭૨.
૧૦૦ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય