શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
પરિણામપૂર્વક વચન જીવને બંધકારણ થાય છે;
પરિણામ વિરહિત વચન તેથી બંધ થાય ન જ્ઞાનીને. ૧૭૩.
અભિલાષપૂર્વક વચન જીવને બંધકારણ થાય છે;
અભિલાષ વિરહિત વચન તેથી બંધ થાય ન જ્ઞાનીને. ૧૭૪.
અભિલાષપૂર્વ વિહાર, આસન, સ્થાન નહિ જિનદેવને,
તેથી નથી ત્યાં બંધ; બંધન મોહવશ સાક્ષાર્થને. ૧૭૫.
આયુક્ષયે ત્યાં શેષ સર્વે કર્મનો ક્ષય થાય છે;
પછી સમયમાત્રે શીઘ્ર તે લોકાગ્ર પહોંચી જાય છે. ૧૭૬.
કર્માષ્ટવર્જિત, પરમ, જન્મજરામરણહીન, શુદ્ધ છે,
જ્ઞાનાદિ ચાર સ્વભાવ છે, અક્ષય, અનાશ, અછેદ્ય છે. ૧૭૭.
અનુપમ, અતીન્દ્રિય, પુણ્યપાપવિમુક્ત, અવ્યાબાધ છે,
પુનરાગમન વિરહિત, નિરાલંબન, સુનિશ્ચળ, નિત્ય છે. ૧૭૮.
જ્યાં દુઃખ નહિ, સુખ જ્યાં નહીં, પીડા નહીં, બાધા નહીં,
જ્યાં મરણ નહિ, જ્યાં જન્મ છે નહિ, ત્યાં જ મુક્તિ જાણવી. ૧૭૯.
નહિ ઇન્દ્રિયો, ઉપસર્ગ નહિ, નહિ મોહ, વિસ્મય જ્યાં નહીં,
નિદ્રા નહીં, ન ક્ષુધા, તૃષા નહિ, ત્યાં જ મુક્તિ જાણવી. ૧૮૦.
જ્યાં કર્મ નહિ, નોકર્મ, ચિંતા, આર્તરૌદ્રોભય નહીં,
જ્યાં ધર્મશુક્લધ્યાન છે નહિ, ત્યાં જ મુક્તિ જાણવી. ૧૮૧.
દ્રગ-જ્ઞાન કેવળ, સૌખ્ય કેવળ, વીર્ય કેવળ હોય છે,
અસ્તિત્વ, મૂર્તિવિહીનતા, સપ્રદેશમયતા હોય છે. ૧૮૨.
નિર્વાણ છે તે સિદ્ધ છે ને સિદ્ધ તે નિર્વાણ છે;
સૌ કર્મથી પ્રવિમુક્ત આત્મા લોક-અગ્રે જાય છે. ૧૮૩.
શ્રી નિયમસાર-પદ્યાનુવાદ ]
[ ૧૦૧