શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
શ્રી
અષ્ટપ્રાભૃત
(પદ્યાનુવાદ)
૧. દર્શનપ્રાભૃત
(હરિગીત)
પ્રારંભમાં કરીને નમન ૧જિનવરવૃષભ મહાવીરને,
સંક્ષેપથી હું યથાક્રમે ભાખીશ દર્શનમાર્ગને. ૧.
રે! ધર્મ ૨દર્શનમૂલ, ઉપદેશ્યો જિનોએ શિષ્યને;
તે ધર્મ નિજ કર્ણે સુણી દર્શનરહિત નહિ વંદ્ય છે. ૨.
૩દ્રગ્ભ્રષ્ટ જીવો ભ્રષ્ટ છે, દ્રગ્ભ્રષ્ટનો નહિ મોક્ષ છે;
ચારિત્રભ્રષ્ટ મુકાય છે, દ્રગ્ભ્રષ્ટ નહિ મુક્તિ લહે. ૩.
સમ્યક્ત્વરત્નવિહીન જાણે શાસ્ત્ર બહુવિધને ભલે,
પણ શૂન્ય છે આરાધનાથી તેથી ત્યાં ને ત્યાં ભમે. ૪.
સમ્યક્ત્વ વિણ જીવો ભલે તપ ઉગ્ર ૪સુષ્ઠુ આચરે,
પણ લક્ષ કોટિ વર્ષમાંયે બોધિલાભ નહીં લહે. ૫.
ૐ
૧. જિનવરવૃષભ = તીર્થંકર.
૨. દર્શનમૂલ = સમ્યગ્દર્શન જેનું મૂળ છે એવો.
૩. દ્રગ્ભ્રષ્ટ = સમ્યગ્દર્શનરહિત.
૪. સુષ્ઠુ = સારી રીતે.