શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
સમ્યક્ત્વ-દર્શન-જ્ઞાન-બળ-વીર્યે અહો! વધતા રહે
કલિમલરહિત જે જીવ, તે ૧વરજ્ઞાનને અચિરે લહે. ૬.
સમ્યક્ત્વનીરપ્રવાહ જેના હૃદયમાં નિત્યે વહે,
તસ બદ્ધકર્મો ૨વાલુકા-આવરણ સમ ક્ષયને લહે. ૭.
દ્રગ્ભ્રષ્ટ, જ્ઞાને ભ્રષ્ટ ને ચારિત્રમાં છે ભ્રષ્ટ જે,
તે ભ્રષ્ટથી પણ ભ્રષ્ટ છે ને નાશ અન્ય તણો કરે. ૮.
જે ધર્મશીલ, સંયમ-નિયમ-તપ-યોગ-ગુણ ધરનાર છે,
તેનાય ભાખી દોષ, ભ્રષ્ટ મનુષ્ય દે ભ્રષ્ટત્વને. ૯.
જ્યમ મૂળનાશે વૃક્ષના પરિવારની વૃદ્ધિ નહીં,
જિનદર્શનાત્મક મૂળ હોય વિનષ્ટ તો સિદ્ધિ નહીં. ૧૦.
જ્યમ મૂળ દ્વારા સ્કંધ ને શાખાદિ બહુગુણ થાય છે,
ત્યમ મોક્ષપથનું મૂળ જિનદર્શન કહ્યું જિનશાસને. ૧૧.
દ્રગ્ભ્રષ્ટ જે નિજ પાય પાડે દ્રષ્ટિના ધરનારને,
તે થાય મૂંગા, ૩ખંડભાષી, બોધિ દુર્લભ તેમને. ૧૨.
વળી જાણીને પણ તેમને ૪ગારવ-શરમ-ભયથી નમે,
તેનેય બોધિ-અભાવ છે પાપાનુમોદન હોઈને. ૧૩.
જ્યાં જ્ઞાન ને સંયમ ૫ત્રિયોગે, ઉભયપરિગ્રહત્યાગ છે,
જે ૬શુદ્ધ સ્થિતિભોજન કરે, દર્શન તદાશ્રિત હોય છે. ૧૪.
૧. વરજ્ઞાન = ઉત્કૃષ્ટ જ્ઞાન અર્થાત્ કેવળજ્ઞાન.
૨. વાલુકા-આવરણ = વેળુનું આવરણ; રેતીની પાળ.
૩. ખંડભાષી = અસ્પષ્ટ ભાષાવાળા; તૂટક-ભાષાવાળા.
૪. ગારવ = (રસ-ૠદ્ધિ-શાતા સંબંધી) ગર્વ; મસ્તાઈ.
૫. ત્રિયોગ = (મનવચનકાયાના) ત્રણ યોગ. ૬. શુદ્ધ સ્થિતિભોજન = ત્રણ
કરણથી શુદ્ધ (કૃત-કારિત-અનુમોદન વિનાનું) એવું ઊભાં ઊભાં ભોજન.
૧૦૪ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય